- વડાપ્રધાન આદિવાસી વિસ્તારમાં જાહેર સભા સંબોધશે..
- રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત 6 સભા સંબોધશે..
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા ૬ નવેમ્બરના દિવસથી આદીવાસી વિસ્તાર નાના પોઢાની જાહેર સભાથી ચુંટણી પ્રચારનો આરંભ કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારની શરુઆત તા ૬ ના રવિવારથી કરશે. વિધાન સભાની ચુંટણીની જાહેરાત થયા બાદ વડાપ્રધાન મોદીની પ્રથમ જાહેર સભા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાના પોઢા ખાતેથી કરશે. તા ૬ નવેમ્બરના રવિવારે યોજાનાર આ સભા અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આદીવાસી વિસ્તારમાં યોજાનાર વડાપ્રધાનની સભામાં મોટી સંખ્યામા લોકો ઉમટી પડશે તેવી ધારણા કરાઈ રહી છે. સાથે જ વડાપ્રધાનની આ જાહેર સભા વલસાડ જિલ્લા અને અન્ય જીલ્લાઓ માટે રાજકીય રીતે મહત્વપુર્ણ સાબિત થશે એમ ચર્ચાઈ રહ્યું છે.
રાજસ્થાનના મુખ્ય મંત્રી બે દિવસમાં છ જાહેર સભાને સંબોધન કરશે..
ગુજરાત વિધાન સભાની ચુંટણી અંગે હવે રાજકીય પ્રચાર અંગેનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અને ચુંટણી અંગે સિનિયર નિરીક્ષક તરીકેની જવાબદારી સંભાળતા અશોક ગેહલોત તા ૬નવેમ્બરના રવિવારે બપોરે ૧૨.૩૦કલાકે ભાવનગર, બે વાગે લાઠી અને ત્યાર બાદ સાંજે પાંચ વાગે રાજુલા ખાતે જાહેર સભાને સંબોધન કરશે. જયારે બીજા દીવસે તા ૭ નવેમ્બરના સોમવારે સવારે ૧૧ કલાકે સુરેન્દ્રનગર ત્યાર બાદ આણંદ જિલ્લાના આસોદર આંકલાવ ખાતે અને સાંજે સાવલી વાઘોડિયા ખાતે સભાને સંબોધન કરશે. આમ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત બે દીવસમાં છ જાહેર સભાને સંબોધન કરશે.