Published By : Aarti Machhi
હિમાચલમાં સભા સંબોધતા સમયે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ભાવુક થયા હતા અને જણાવ્યુ હતુ કે ‘ચૂંટણી મારી હતી પણ તમે રાત-દિવસ સૂતા ન હતા’..કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર શુક્રવારે હિમાચલમાં એક ચૂંટણીસભા દરમિયાન ખૂબ જ ભાવુક થઇ ગયા હતા. તેમજ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા હતા તેઓ આંસુ પણ લૂછતા નજરે આવ્યા હતા અનુરાગ ઠાકુર પોતાના લોકસભા ચૂંટણી ક્ષેત્ર સુજાનપુરમાં કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીત અને પિતા પ્રેમકુમાર ઘૂમલની હાર બાદ પૂર્વ મુખ્યમંત્રી પ્રેમકુમાર ઘૂમલના વલણનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે, કેવી રીતે તેઓ નારાજ થયા વગર સામાન્ય કાર્યકર્તાની જેમ કામ કરતા રહ્યા હતા કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર સુજાનપુરના ઐતિહાસિક મેદાનમાં પાર્ટી ઉમેદવારોના નામાંકન પહેલા આયોજિત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન અહીંના કાર્યકર્તાઓને પોતાના અને પિતાના સંબંધોને યાદ કરતા ખૂબ જ ભાવુક થઇ ગયા હતા. અનુરાગ ઠાકરે કહ્યું હતું કે, “ચૂંટણી મારી હતી, તમે લોકો રાતદિવસ સુતા ન હતા. રાતના એક વાગ્યે હું નીકળું તો ખબર પડતી કે કાર્યકર્તા આ ગામમાં, તે ગામમાં છે. કોઇએ એ નહોતું વિચાર્યું કે અનુરાગની ચૂંટણી છે. તમે તમારી ચૂંટણી સમજી હતી. જે બેઠક અમે હાર્યા હતા તેના પર તમે મને સૌથી મોટી લીડ આપી, હું આખી ઉંમર તમારું અહેસાન નહીં ભૂલું. તમે કર્યું ત્યારે મારી દેશમાં ઓળખ બની, નહીતર દેશમાં મારી શું ઓળખ છે. “એટલુ જ નહિ પરંતુ અનુરાગ ઠાકુરે કહ્યું કે, 140 કરોડની વસ્તીમાં 5 લાખ વસ્તીનો જિલ્લો છે હમીરપુર. પરંતુ કાર્યકર્તાઓ અને પાર્ટીના કારણે તેમની ઓળખ બની. તેઓ યુવા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા અને ચાર વખત સાંસદ બન્યા. આજે કેન્દ્ર સરકારમાં એ વિભાગ મળ્યુ જે ક્યારેક સરદાર પટેલ, ઇન્દિરા ગાંધી અને લાલકૃષ્ણ અડવાણી પાસે હતો.