- ભાજપે ગુજરાતમાં અપનાવી UP (ઉત્તરપ્રદેશ) ની પેટર્ન
- બ્રાહ્મણ-રાજપૂત મત માટે તૈયાર કરી અનોખી રણનીતિ
ગુજરાતમાં પોતાનો એક્કો જાળવી રાખવા આ વખતે ભાજપે અનોખો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ વખતે ભાજપે ગુજરાતમાં UP (ઉત્તરપ્રદેશ) ની પેટર્ન અપનાવી છે. UPની જેમ રાજ્યમાં પણ બ્રાહ્મણોની એક કમિટી બનાવવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના 5 આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ભાજપે રાજકોટમાં બ્રહ્મસમાજના સૌરાષ્ટ્ર ઝોનની કમિટી બનાવી છે. આ બ્રહ્મસમાજની કમિટી ભાજપનો પ્રચાર કરશે.ઉમેદવારોની યાદીમાં ભાજપે જ્ઞાતિગણિતને સાચવી લીધુ ગુજરાત ચૂંટણી જીતવા ભાજપે આ વખતે જોરદાર સ્ટ્રેટેજી ખેલી છે. ભાજપે આ વખતે ઉમેદવારોની યાદીમાં જ્ઞાતિગણિતને સાચવી લીધુ છે. કારણ કે ભાજપે પ્રથમ યાદીમાં કુલ 13 બ્રહ્મ સમાજના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. તો વળી રાજપૂત સમાજના 18 આગેવાનોને પણ ભાજપે ટિકિટ આપી છે. ભાજપે પ્રથમ યાદીમાં સૌથી વધારે 49 OBC સમાજના ઉમેદવારને ટિકિટ આપી, 40 પાટીદાર, 24 ST અને SC 13 ઉમેદવારોને ટિકિટ આપી છે. આથી એક અનુમાન મુજબ એમ કહી શકાય કે ભાજપે રાજપૂત સમાજના 18 આગેવાનોને ટિકિટ આપતા તાજેતરમાં જ કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવત સહિત 500થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસો અગાઉ જ કરણી સેનાના રાજ શેખાવતે ખુદ ફેસબુક ઉપર પોસ્ટ કરી 500થી વધારે કાર્યકર્તાઓની ભાજપમાં જોડાવાની પુષ્ટિ કરી હતી.
સૌરાષ્ટ્ર ઝોનની કમિટી બની: રામ મોકરીયા
રાજકોટમાં બ્રહ્મસમાજની મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાનું નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, ‘UPની ચૂંટણીમાં બ્રાહ્મણોના મત માટે કમિટી બનાવવામાં આવી હતી. તેમાં સફળતા મળી હતી. જેથી ગુજરાતની ચૂંટણીમાં પણ બ્રહ્મસમાજની કમિટીની રચના કરવામાં આવી છે. રાજકોટમાં બ્રહ્મસમાજમાં સૌરાષ્ટ્ર ઝોનની કમિટી બનાવવામાં આવી છે.’ભાજપે આ વખતે 13 ટિકિટ બ્રહ્મસમાજને આપી: મોકરીયા
રામ મોકરીયાએ જણાવ્યું હતું કે,’ભાજપ સમર્પિત બ્રહ્મસમાજની કમિટી પ્રચારકાર્ય કરશે. ગુજરાતમાં બ્રહ્મસમાજને ગતટર્મમાં 9 ટિકિટ આપી હતી, આ વખતે 14 ટિકિટ બ્રહ્મ સમાજને આપવામાં આવી છે