Published By : Patel Shital
- હવે ચૂંટણી કમિશ્નરની નિમણુંક સરકાર એકલા હાથે નહીં કરી શકે…
- વિરોધ પક્ષે સુપ્રિમ કોર્ટના નિર્ણયને આપેલ આવકાર…
ભારત જેવા લોકશાહી ધરાવતા દેશમાં ચૂંટણી અને તેથી ચૂંટણી કમિશ્નરનું ખુબ મહત્વ છે ત્યારે સુપ્રિમ કોર્ટે એવો નિર્ણય કર્યો છે કે હવે ચૂંટણી કમિશ્નરની નિમણુંક સરકાર એકલા હાથે નહીં કરી શકે.
દેશમાં વિતેલા સમયમા યોજાયેલ ચૂંટણીઓ અંગે ઘણા વિવાદ ઉભા થયા છે. સાથે સાથે જે તે ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ પણ ઘણા વિવાદ ઉભા થયા છે ત્યારે ચૂંટણી કમિશ્નરની નિમણુંક અંગે સુપ્રિમ કોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે ચૂંટણી કમિશ્નરની નિમણુંક સરકાર એકલા હાથે નહીં કરી શકે. વડાપ્રધાનપદ, વિરોધ પક્ષના નેતા અને સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ ચૂંટણી કમિશ્નરની સંયુક્ત પસંદગી કરશે સુપ્રિમ કોર્ટના આ નિર્ણયને વિરોધ પક્ષે આવકાર્યો છે. જો કે અત્યાર સુધી ચૂંટણી કમિશ્નરની નિમણુંક અંગે દેશમાં કોઇ કાયદો ન હતો.