- ભાજપના સિનિયર નેતા અને પૂર્વ શિક્ષણ મંત્રીના આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર
- ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નર્મદા જિલ્લાના શૂલપાણેશ્વર મંદિર ખાતે દર્શન કર્યા
રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને ભાજપાના સિનિયર નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત શૂલપાણેશ્વર મંદિર ખાતે શ્રવણ માસના અંતિમ દિવસે દર્શન અર્થે આવ્યા હતા. તેઓએ મહાદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેઓએ આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવતી લોભામણી જાહેરાતો અંગે તીખી પ્રતિક્રિયા આપી હતી.

ચૂંટણી ટાણે અશક્ય લોભામણી જાહેરાતો કરનારને ગુજરાતની પ્રજા ક્યારેય સ્વીકારશે નહીં. ભાજપાને ગુજરાતમાં પ્રજાના આશીર્વાદ ચોક્કસ મળશે અને ભાજપાનો જ ભવ્ય વિજય થશે એમ રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને ભાજપાના સિનિયર નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતું. તેઓ આજરોજ નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે શૂલપાણેશ્વર મહાદેવના દર્શન અર્થે આવ્યા હતા. તેઓએ પૂજન અર્ચન કર્યું હતું. તેઓ શૂલપાણેશ્વર મહાદેવમાં અનેરી આસ્થા ધરાવે છે અને સમયાંતરે તેઓ અહી પુજા અર્ચના કરવા આવે છે. તેઓએ જણાવ્યુ હતું કે જ્યારથી અમોએ પોલિટિકલ પાર્ટી તરીકે શરૂઆત કરી ત્યારથી પ્રજાએ જે જવાબદારી આપી છે તેમાં અમે તે નિભાવી છે. પ્રજાએ જે અમોને આપ્યું છે તેનું વળતર માળખાકીય સુવિધાઓના રૂપમાં આપ્યું છે. કેટલાક લોકો ચૂંટણી ટાણે સક્રિય થાય છે અને લોભામણા વચનો આપે છે. ભારતીય જનતા પાર્ટી હર હમેશ સક્રિય રહે છે. અમો નક્કર કામગીરી કરવામાં માણીએ છે.
(ઈનપુટ : દિપક પટેલ, રાજપીપળા)