દેશભરમાં ચૂંટણી જીતવા માટે વધી રહેલા ‘રેવડી કલ્ચર’નો અંત લાવવા સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે ફરી એકવાર આદેશ આપતા કહ્યું છે કે, આ ગંભીર મુદ્દો છે. ચૂંટણીપંચ અને સરકાર તેનાથી દૂર રહી શકે નહીં અને આવું પણ ન કહી શકે કે તેઓ કંઈ કરી શકે તેમ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સરકાર અને ચૂંટણી પંચે આ ‘રેવડી કલ્ચર’ પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરવો જોઈએ.
દેશભરમાં ચૂંટણી પહેલા દરેક રાજકીય પાર્ટીઓ જનતાને પોતાની તરફેણમાં બનાવવા માટે ઘણી લોકપ્રિય જાહેરાતો કરે છે. તેને સામાન્ય ભાષામાં ‘રેવડી કલ્ચર’ કહે છે. સુપ્રીમ કોર્ટે ‘રેવડી કલ્ચર’નો અંત લાવવા માટે નિષ્ણાત સંસ્થાની રચના કરવાની હિમાયત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, તેમાં કેન્દ્ર, વિપક્ષી રાજકીય પક્ષો, ચૂંટણી પંચ, નીતિ આયોગ,આરબીઆઈ અને અન્ય હિસ્સેદારોનો સમાવેશ થવો જોઈએ. આ બાબતે એક સપ્તાહમાં આવી નિષ્ણાત સંસ્થાની દરખાસ્ત માંગવામાં આવી છે. હવે આ પીઆઈએલ પર આગામી સુનાવણી 11 ઓગસ્ટના રોજ થશે.