Home News Update ચેતેશ્વર પુજારાની 100મી ટેસ્ટમાં થયુ સન્માન, સુનિલ ગાવસ્કરે આપી સ્પેશિયલ કેપ…

ચેતેશ્વર પુજારાની 100મી ટેસ્ટમાં થયુ સન્માન, સુનિલ ગાવસ્કરે આપી સ્પેશિયલ કેપ…

0

Published by : Anu Shukla

  • આ ટેસ્ટ મેચ ચેતેશ્વર પુજારાની 100મી ટેસ્ટ મેચ છે
  • ભારત મેચ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ રમાઈ રહી છે. આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચમાં ભારતે સૂર્યકુમાર યાદવની જગ્યાએ શ્રેયસ ઐયરને તક આપી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ દિલ્હીમાં રમાઈ રહી છે. ચાર મેચોની શ્રેણીની પ્રથમ મેચ ભારતે એક ઇનિંગ અને 132 રને જીતી હતી. ભારતનો પ્રયાસ બીજી મેચ પણ જીતીને શ્રેણીમાં અજેય લીડ મેળવવાનો રહેશે.

પૂજારાની 100મી ટેસ્ટ

ટીમ ઈન્ડિયાના વોલ ચેતેશ્વર પૂજારાની આ 100મી ટેસ્ટ મેચ છે. મેચની શરૂઆત પહેલા તેનું સન્માન કરવામાં આવ્યું છે. સુનીલ ગાવસ્કરે ચેતેશ્વર પૂજારાને ખાસ કેપ આપી છે. આ દરમિયાન ચેતેશ્વર પૂજારાનો પરિવાર પણ હાજર હતો.

ભારત પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (કે.), કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, શ્રીકર ભરત (વિકેટમાં), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ

ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ ઇલેવન

ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (wk), પેટ કમિન્સ (c), ટોડ મર્ફી, નાથન લિયોન, મેથ્યુ કુહનમેન

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version