- શ્રેષ્ઠ શ્રીજી ડેકોરેશન માટે પ્રથમ ઈનામ રૂ. 21 હજાર અને દ્વિતીય ઈનામ રૂ. 11 હજાર એનાયત કરાશે.
- 50 થી વધુ મંડળોએ કરાવી નોંધણી
આપની પોતાની ચેનલ ચેનલ નર્મદા તેની રજત જયંતિ વર્ષની ઉજવણી કરી રહી છે. અને આ વર્ષ દરમિયાન વિવિધ 25 કાર્યક્રમો યોજવામાં આવનાર છે. જેના ભાગરૂપે હાલમાં ત્રીજો કાર્યક્રમ ગણેશ મહોત્સવની ઉજવણી કરાઇ રહી છે. ભરુચ શહેરમાં વિવિધ યુવક મંડળો દ્વારા ડેકોરેશન કરી શ્રીજીની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. તે પૈકી શ્રેષ્ઠ ડેકોરેશન કે જેમાં અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખવામા આવનાર છે તેના આધારે બે ઇનામો એનાયત કરવામાં આવશે પ્રથમ ઈનામ 21 હજાર અને દ્વિતીય ઈનામ 11 હજાર એનાયત કરવામાં આવશે. આ પ્રતિયોગિતા માટે 50 થી વધુ એન્ટ્રી નોંધવામાં આવી છે અને હાલ વિવિધ પંડાલો ઉપર નિરીક્ષણ ચાલી રહ્યું છે. જે મંડળોએ નોંધણી કરાવી છે તે પૈકીનાં શ્રીજી અહી પ્રસ્તુત છે.
(ફોટો ઈનપુટ : અલ્પેશ રાઠોડ, સાજીદ પટેલ )
આલી કાછિયાવાડ


ચંદન ચોક


નયના ચોક, વેજલપુર



શ્રીજી પૂરી


ગાયત્રી નગર


જલારામ સોસાયટી



મલ્હાર ગ્રીન સીટી


નીલકંઠ સોસાયટી


શ્રવણ સ્કૂલ

