શ્રી મનસુખભાઈ વસાવા : સાંસદ ભરૂચને “આદિવાસી હ્રદય સમ્રાટ” તરીકે સન્માનિત કરાયા શ્રી ઈશ્વરસિંહ પટેલ : ધારાસભ્ય અંકલેશ્વરને “સહકારી ક્ષેત્રના યશસ્વી-પ્રભાવી યુવા નેતા”તરીકે સન્માનિત કરાયા શ્રી દુષ્યંતભાઈ પટેલ : નાયબ મુખ્ય દંડક ગુજરાતને “યુવાન અને ઉત્સાહી કર્મઠ રાજદ્વારી” તરીકે સન્માનિત કરાયા શ્રી અરૂણસિંહ રણા : ધારાસભ્ય વાગરાને “વાગરાના વિકાસના આર્કિટેક્ટ” તરીકે સન્માનિત કરાયા શ્રી બીપીનભાઈ શાહ : પૂર્વ શિક્ષણ મંત્રીને “સજ્જન-સુશિલ અને સૌજન્યશીલ નેતા” તરીકે સન્માનિત કરાયા શ્રી ખુમાનસિંહ વાંસિયા : પૂર્વ મંત્રીને “સક્રિય-લોકપ્રિય સાચા જન નેતા’ તરીકે સન્માનિત કરાયા શ્રી ભરતસિંહજી પરમાર : પૂર્વ સાંસદ રાજ્યસભાને “ભાજપના પ્રદેશ સંગઠનના સેવક” તરીકે સન્માનિત કરાયા સ્વ. શ્રી એહમદભાઈ પટેલ : પૂર્વ સાંસદને “ભરૂચના પનોતા પુત્ર” તરીકે તેઓની દિકરી મુમતાઝ પટેલે સન્માન સ્વીકાર્યું શ્રી છત્રસિંહ મોરી : પૂર્વ મંત્રીને “ભાજપ યુવા કોળી નેતા” તરીકે સન્માનિત કરાયા શ્રી રમેશભાઈ મિસ્ત્રી : પૂર્વ ધારાસભ્યને “પાયાના સક્રિય કાર્યકર્તા અને નેતા” તરીકે સન્માનિત કરાયા શ્રી મારૂતિસિંહ આટોદરિયા : પ્રમુખ ભરૂચ જિલ્લા ભાજપાને “ભરૂચ જિલ્લાના સોશિયલ મિડીયાના એક માત્ર સક્રિય જિલ્લા પ્રમુખ” તરીકે સન્માનિત કરાયા સ્વ. ડાહીબેન રાણા : પૂર્વ નગરસેવિકા અંકલેશ્વરને “અંકલેશ્વરના રાજકારણમાં સશક્ત મહિલા નેતૃત્વ” તરીકે સન્માન અપાતા તેઓના ભત્રીજી દક્ષાબહેને સન્માન સ્વીકાર્યું શ્રી શંકરભાઈ ગાંધી : આગેવાન ભાજપાને “વયસ્ક યુવાન દીર્ઘકાલીન નેતા” તરીકે સન્માનિત કરાયા શ્રી સનતભાઈ રાણા : પૂર્વ પ્રમુખ ભનપાને “નિખાલસ અને નિષ્ઠાવાન-પ્રમાણિક નગરપ્રમુખ” તરીકે સન્માનિત કરાયાશ્રી છોટુભાઈ વસાવા : ધારાસભ્ય ઝઘડિયાનું “આદિવાસી મસીહા” તરીકે સન્માન અપાતા તેઓ વતી બીટીપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અંબાલાલ યાદવે સન્માન સ્વીકાર્યું શ્રી સંજયસિંહ સોલંકી : ધારાસભ્ય જંબુસરને “બિનવિવાદાસ્પદ શાંત અને સૌજન્યશીલ નેતા” તરીકે સન્માનિત કરાયા શ્રી સતીષભાઈ મિસ્ત્રી : નગરસેવક ભનપાને “સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સતત ત્રણ દાયકાનું યુવા પ્રતિનિધિત્વ” તરીકે સન્માનિત કરાયા
ખુબ જ સરસ, ખુબ ખુબ અભિનંદન