Home Bharuch ચેનલ નર્મદાના રજત જયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજિત રંગોળી સ્પર્ધાનું પરિણામ જાહેર…

ચેનલ નર્મદાના રજત જયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજિત રંગોળી સ્પર્ધાનું પરિણામ જાહેર…

0
  • કુલ ૪૧ સ્પર્ધકોએ ભાગ લીધો

આપની પોતાની ચેનલ ચેનલ નર્મદાના રજતજયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજિત ૨૫ કાર્યક્રમ પૈકી દિવાળી નુતન વર્ષ નિમિતે યોજાયેલ રંગોળી સ્પર્ધાનું પરિણામ આજરોજ જાહેર કરાયુ હતું.

ચેનલ નર્મદા દ્વારા આયોજિત રંગોળી સ્પર્ધામાં ભરૂચ શહેરમાંથી કુલ ૪૧ સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ભરૂચની ગૃહિણીઓ અને યુવતીઓ માટે યોજાયેલ સ્પર્ધામાં સ્પર્ધકોએ સંસ્થા દ્વારા જાહેર કરાયેલા નિયમો અનુસાર પોતાના ઘરે રંગોળી તૈયાર કરી હતી જેનું તજજ્ઞ નિર્ણાયકશ્રી દ્વારા નિરિક્ષણ કર્યા બાદ રવિવાર તા. ૨૩ મી ઓક્ટોબરના રોજ ચેનલ નર્મદા કાર્યાલય ખાતે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ભરૂચની આચાર્જીની ચાલમાં રહેતા રાધિકાબેન રાણા વિજેતા રહ્યા હતા, તો પાર્થ નગર માં રહેતી અને ધો. 7 માં અભ્યાસ કરતી વિધાર્થીની શ્રેયંસી ચૌહાણ દ્વિતીય રહ્યા હતા. તો ત્રીજા ક્રમ પર ઉષાબહેન વ્યાસ તથા શીતલ બહેન ધોરાવાલા વિજેતા રહ્યા હતા. આ ઉપરાંત ધ્રુવી પટેલ, પ્રીન્સી છત્રીવાલા, પાયલ શેઠ તથા પ્રિયંકા વસાવા ને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યા હતા. સદર સ્પર્ધામાં અમલસાડ ફાઈન આર્ટસ કોલેજના નિવૃત શિક્ષક દીપકસિંહ યાદવ, ચેનલ નર્મદાના શીતલ પટેલ તથા વંશિકા ગોરે સેવાઓ આપી હતી. ઇનામ વિતરણ ચેનલ નર્મદા ના ડાયરેક્ટર ઋષિ દવે તથા નરેશ ઠક્કર દ્વારા કરાયું હતું.

પ્રથમ વિજેતા
રાધિકા રાણા
દ્વિતીય વિજેતા
શ્રેયંસી ચૌહાણ
તૃતીય વિજેતા
ઉષાબહેન વ્યાસ
શીતલબહેન ધોરાવાલા
પ્રોત્સાહન ઈનામ
ધ્રુવી પટેલ
પ્રીન્સી છત્રીવાલા
પાયલ શેઠ
પ્રિયંકા વસાવા

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version