Published by : Rana Kajal
- ભરૂચ તથા દક્ષિણ ગુરાતમાંથી આવેલ ખેલાડીઓએ પોતાનું ઉત્કૃષ્ટ ખેલ નિદર્શન કર્યું
- ખેલપ્રેમી માજી ધારાસભ્ય દુષ્યંત પટેલે વોલીબોલ રમતને ટેલેન્ટ ગેમ ગણાવી આયોજકોને અભિનંદન પાઠવ્યા
આપની પોતાની ચેનલ નર્મદા રજત જયંતી વર્ષની ઉજવણીના ભાગ રૂપે તા.12 માર્ચના રોજ વોલીબોલ સ્પર્ધાનું સફળ આયોજન કરાયું.
સમાચારોની સાથે સમાજ સેવાને લક્ષ્યમાં રાખી છેલ્લા ૨૫ વર્ષથી કાર્યરત આપની પોતાની ચેનલ ચેનલ નર્મદા હાલ તેના રજત જયંતી વર્ષની ઉજવણી કરી રહી છે જેના ભાગ રૂપે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ ૨૫ કાર્યક્રમો યોજાશે. રવિવાર તા. 12 માર્ચે ભરૂચના નિલકંઠ ઉપવનના ગ્રાઉન્ડ ખાતે ચેનલ નર્મદા તથા નિલકંઠ નગર યુવક મંડળના સહયોગ દ્વારા વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં ભરૂચ, અંક્લેશ્વર, જંબુસર, કોસંબા તથા પારડી થી આવેલ વિવિધ 7 ટીમોએ ભાગ લીધો હતો.
સ્પર્ધાનું ઉદ્ઘાટન ભરૂચના ખેલ પ્રેમી માજી ધારાસભ્ય દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં ચેનલ નર્મદાના ડાયરેક્ટર નરેશ ઠકકર દ્વારા રીબીન કટિંગ કરી કરાયું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, સ્થાનિક નગર સેવક પ્રવીણ પટેલ, ચેનલ નર્મદાના બ્યુરો ચીફ જીગર દવે, CATV ઇન્ચાર્જ ચંદ્રેશ ભટ્ટ , નિલકંઠ નગર યુવક મંડળના ડેનિશ મોદી, કવન રાણા તથા મોટી સંખ્યામાં રમત પ્રેમીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
ડાયરેક્ટ વોલીબોલ સ્પર્ધાનો ટોસ ઉછાળી પ્રારંભ કરાયો જેમાં લીગ રાઉન્ડમાં તમામ ટીમો એકબીજા સામે રમી હતી અને તેમાંથી વિજેતા બનેલ ટીમો વચ્ચે સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ યોજાઇ હતી. જેમાં ફાઈનલ મેચમાં પ્રથમ ઇનામ 11,000/ અને ટ્રોફી એન.ડી.મોબાઈલ પ્રયોજિત આંબા પારડીની ટીમના કેપ્ટન જયેશના નેતૃત્વમાં વિજેતા બની હતી. જ્યારે દ્વિતીય ક્રમે અંકલેશ્વરની ટીમ ભાવેશના નેતૃત્વમાં વિજેતા બની 7,500 નું રોકડ ઇનામ અને ટ્રોફી જીતી હતી. બે આશ્વાસન ઇનામો મોનટુના નેતૃત્વમાં કોસંબાની ટીમ અને કેપટન અનિશના નેતૃત્વમાં ટંકારીયાની ટીમ વિજેતા બની હતી…
સમગ્ર ટુર્નામેન્ટમાં રેફરી, અમ્પાયર અને સ્કોરર તરીકેની તટસ્થ જવાબદારી SMC કઠોરના મેહુલ ચાવડા, ભરૂચની જે.પી.કોલેજના જયપાલસિંહ મોરી, કેતન નીઝામા, મનેશ પટેલ તથા અંકુર પટેલે બખૂબી નિભાવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેલ પ્રેમી શહેરીજનોએ વોલીબોલ ટુર્નામેન્ટને માણી હતી. સમગ્ર સ્પર્ધાનું ચેનલ નર્મદાના ફેસબુક પેજ પરથી જીવંત પ્રસારણ કરાયું હતું.