Home Devotional ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ…માતાજીના ભક્તો ના નવરાત્રી ઉપવાસ ની સાથે કબજિયાતની તકલીફ… અને...

ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ…માતાજીના ભક્તો ના નવરાત્રી ઉપવાસ ની સાથે કબજિયાતની તકલીફ… અને તેના ઉપાયો…

0

Published By : Parul Patel

લોકો ડબલ સિઝનનો અનુભવ કરી રહ્યા છે. ગરમી છે અને સાથે-સાથે વરસાદ પણ છે. સિઝનમાં અનુલક્ષીને હેલ્થનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે, અને સાથે આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઇ ગયો છે. આ દરમિયાન લોકો સાત્વિક ભોજનનું સેવન કરે અને ઉપવાસ પણ કરે છે. હિન્દૂ ધર્મમાં આ નવરાત્રિનું અનેરું મહત્વ રહેલું છે.

અનેક લોકો નવરાત્રિનો ઉપવાસ કરતા હોય છે. ઉપવાસ સમયે શરીરને ડીહાઇડ્રેશન થાય છે અને તેનાથી બચવું જરુરી છે. શરીર ને જરૂરી હાઇડ્રેટ રહેવું, તો હાઇડ્રેટ ના ઘટી જાય અને શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે એ માટે જ્યુસનું સેવન કરવું જોઈએ. તો આપણે જાણીશું અમુક જ્યુસ વિશે જે આપણને બચાવશે આ બેવડી સિઝનથી અને ઉપવાસમાં થતી તકલીફોથી.

વ્રતમાં પીવો આ ચાર ડ્રિંક્સ :

નારિયેળ પાણી :

વ્રતમાં નારિયેળ પાણી પીવાથી અનેક ઘણાં ફાયદાઓ થાય છે.  ડિહાઇડ્રેશનથી બચાવવામાં મદદ કરે છે. આમાં ઇલેક્ટ્રોલાઇટ, પોટેશિયમ, વિટામીન સી, કેલ્શિયમ જેવા અનેક પોષક તત્વો હોય છે જે તમારા શરીરને અંદરથી હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે, અને શરીરમાં પાણીની ઉણપને દૂર  કરે છે.

બેલનો જ્યૂસ :

બેલનો જ્યૂસ તેમજ બેલનો શરબતથી  વ્રત દરમિયાન  શરીરમાં એનર્જી રહે છે અને સાથે વિકનેસ આવતી નથી.  આ જ્યૂસ પીવાથી પાચન ક્રિયા સારી રહે છે, અને  પેટમાં ઠંડક થાય છે. ગરમીમાં તમે ઉપવાસ કરો છો અને આ જ્યૂસ પીઓ છો તો પીએચ બેલેન્સ જાળવી રાખે. આ જ્યૂસ પીવાથી વ્રત દરમિયાન કબજિયાતની નથી રહેતી સાથે પેટ પણ સાફ થઇ જાય છે.

ગુલકંદનો શરબત :

ગુલકંદનો શરબત પીવાની બહુ જ મજા આવે છે. ગુલકંદમાં રહેલા ગુણો તમારા પેટમાં ઠંડક કરવાનું કામ કરે છે અને સાથે જ પાચન ક્રિયાને ઠીક કરવાની તાકાત ધરાવે છે. આ સિવાય ગુલકંદનો શરબત શરીરને ડિટોક્સ કરવાની સાથે-સાથે હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

દ્રાક્ષનો જ્યૂસ :

ઉપવાસમાં દ્રાક્ષનો જ્યૂસ પીવાથી એનર્જી અને  પીએચ બેલેન્સ સારું રહે છે, અને સાથે-સાથે ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી થાય છે. દ્રાક્ષનું જ્યુસ પીવાથી પાણીની ઉણપ પણ નથી થતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version