Published By : Disha PJB
ચોમાસાનું હવામાન ભેજવાળું અને ઉકળાટ ભર્યું હોય. ખાસ કરીને વરસાદ વરસતા પહેલાં ઉકળાટ પરિસીમાએ હોય. કપડાં માં પણ ભેજ રહી જતો હોય છે.
Fungal Infection or Tinea corporis & cruris :
જેને આપણે સાદી ભાષામાં દાદર અથવા Ring Worm કહીયે છે. ભેજ અને ઉષ્માને લીધે તે વધે. સીન્થેટીક કપડાં, ખુબજ તસતસતા ટાઈટ કપડાં કે જે ચામડીના છિદ્રો પુરી દે અને ચામડીને શ્વાસ લેવા ન દે, તેનાથી રીંગ વોર્મ કે દાદર વધે.
Arhleter Foot or Candidial intertrigo :
બીજો ખુબ જ સામાન્ય જોવા મળતો રોગ એટલે ભીના બૂટ મોજા કે સતત પાણીમાં પગ રહેવાથી પગના આંગળાની વચ્ચે અને નીચેની ચામડી સફેદ થાય, ચીરા પડે અને ખુબ જ ગંધ આવે. ક્યારેક ચીરા ખુબ જ ઊંડા થઇ એમાંથી લોહી પણ નીકળે. આને એથ્લીટ્સ ફૂટ અથવા Candidial interitrigo કહેવાય.
Eczema :
ચોમાસુ આવતા જ વકરે. Eczema કે ખરજવું એક પ્રકારની એલર્જી છે. જે ભેજનું પ્રમાણ વધવાથી વધી શકે.વળી એમાં ખંજવાળવાથી ઉપરની ચામડીને નુકસાન થાય જેથી તેમાં Secondary Infection પણ થાય. ખરજવાથી ચામડી લાલ થાય, સૂકી થાય અને તેમાં ખંજવાળ આવે. ખંજવાળ કે વધારે Irritationથી તેમાંથી પાણી ઝીરે અને તેને ભીનું ખરજવું કહેવાય.
Dry fizzy hair :
ખાસ કરીને સ્ત્રીઓના વાળ આ વાતાવરણમાં એકદમ સૂકા થઇ unmanagable થઇ જાય કે પછી વધુ પડતા ચીકણાં રહ્યા કરે. ક્યારેક માથામાં ફુલ્લી થાય, ખુબજ ખંજવાળ આવે, લાલ લાલ ચામઠા પડે અને વાળ ખરે. ભેજ માથામાં રહેવાથી વાળમાં આ બધી તકલીફો થાય.
Follicalitic & Impetigo :
શરીર પર પણ ચોમાસામાં ઝીણી પાકેલી ફોલ્લી થાય. સીન્થેટીક કપડાં, ટાઈટ કપડાં કે unbrethable materials પહેરવાથી વધે. વરસતા વરસાદમાં નાહવાથી કે નાહવાનું ટાળવાથી પણ આ વધુ જોવા મળે.