1)અમેરિકન ચોપ્સવે
સામગ્રી :
450 ગ્રામ કોબી, 3 કાંદા, 10 નંગ ફણસી, બે નંગ ગાજર, 1 ટી.કપ બાફેલા નૂડલ્સ, બે ટી. કપ તળેલા નૂડલ્સ, અડધી ટી.સ્પૂન અજીનો મોટો પાઉડર, 4 ટેબલ સ્પૂન રિફાઈન્ડ તેલ, 1.ટી.સ્પૂન ચિલી, સોડા, પ્રમાણસર મીઠું
સોસ :
પા ટી.કપ બ્રાઉન વિનેગાર, અડધો ટી.કપ સાકર, 1 ટી.કપ પાણી, બે ટે.સ્પૂન મેંદો, 1 ટે.સ્પૂન સોયા સોસ, 4 ટે.સ્પૂન કેચપ, નુડલ્સ બાફેલા : 100 ગ્રામ, બે ટી.સ્પૂન તેલ
નૂડલ્સના મોટા ટુકડા કરવા, એક મોટા ટોપમાં પાણી ઉકાળવા મૂકવું. ઉકળતા પાણીમાં તેલ નાખવું. નૂડલ્સ નાખવા અને બરાબર ચડવા દેવા. જ્યારે નૂડલ્સ બરાબર બફાઈ જાય એટલે ચાળણીમાં કાઢી નળ નીચે છૂટા પાણીમાં ધોવા
નૂડલ્સ તળેલાં :
1 ટી.કપ મેંદો, અડધી ટી.સ્પૂન મીઠું, 2 ટી.સ્પૂન તેલ તળવા માટે તેલ
રીત :
મેંદામાં મીઠું નાખી ચાળી લેવા ત્યાર પછી તેમાં તેલ નાખી બરાબર મિક્સ કરવું. મેંદામાં પાણી નાખી સાધારણ નરમ લોટ બાંધવો. તેના ત્રણ ભાગ કરી તેની અટામણ લઈ બારીક રોટલી વણવી. તેની લાંબી પટ્ટીઓ કાપી તેલમાં તળી લેવી.
ચોપ્સવે બનાવવાની રીત :
બધા જ શાક લાંબા બારીક કાપી ત્યારબાદ સોસની બધી જ સામગ્રી ભેગી કરી ઉકાળવા મૂકવું. જ્યાં સુધી સોસ ઘટ્ટ ન થાય ત્યાં સુધી ઉકાળવું. એક વાસણમાં તેલ મૂકી એકદમ ગરમ થાય એટલે બધાં જ શાક નાખી અજીનો મોટો પાઉડર નાખી ફાસ્ટ ગેસ ઉપર 3 થી 4 મિનિટ પકાવવું. તૈયાર સોસ , બાફેલા નૂડલ્સ , ચિલી સોસ અને મીઠું નાખી થોડી વાર ચડવા દેવું. તળેલા અડધા નુડલ્સ નાખવા, બાકીના અડધા તળેલા નૂડલ્સ ઉપર નાખી પીરસવું.
2)વેજિટેબલ ચાઉ ચાઉ
સામગ્રી :
100 ગ્રામ ફણસી, 225 ગ્રામ કોબી, 100 ગ્રામ ફુલાવર, બે સિમલા મરચાં, 4 સેલરી સ્ટીક, બે ગાજર, બે લીલા કાંદા, અડધી ટી.સ્પૂન સોયા સોસ, અડધી ટી.સ્પૂન અજીનો મોટો, 1 ટી.સ્પૂન સાકર, બે ટે.સ્પૂન મેંદો અથવા કોર્નફ્લોર, 4 ટે.સ્પૂન રિફાઈન્ડ તેલ, પ્રમાણસર મીઠું , વિનેગારવાળાં લીલાં મરચાં અને ચિલી સોસ
વેજિટેબલ ચાઉ ચાઉ બનાવવાની રીત
ગાજર, કાંદા, ફણસી, સેલરીના લાંબા ટુકડા કાપો, બાકીના શાકના મોટા ટુકડા કરો. મેંદો દોઢ કપ પાણીમાં મિક્સ કરો. એક વાસણમાં બરાબર ગરમ કરવું. બધા જ શાકભાજી નાખી અજીનો મોટો નાખી 3 થી 4 મિનિટ ફાસ્ટ ગેસ ઉપર ચડવા દેવુ , એમાં મેંદો મિક્સ કરેલ પાણી નાખવું. સાકર, સોયાસોસ તથા મીઠું નાખી બે મિનિટ ચડવા દેવું , વિનેગારવાળાં મરચાં તથા ચિલી સોસ સાથે પીરસવું.
3) ફ્રાઈડ રાઈસ
સામગ્રી :
દોઢ ટી.કપ ચોખા, 100 ગ્રામ ફણસી , 100 ગ્રામ ગાજર , 100 ગ્રામ સિમલા મરચાં , 4 સેલરી સ્ટીક , 1 ઝૂડી લીલા કાંદા , 1 ટે.સ્પૂન સોયાસોસ , અડધી ટી સ્પૂન આજીનો મોટો , 4 ટે.સ્પૂન રિફાઈન્ડ તેલ , પ્રમાણસર મીઠું , વિનેગારવાળાં મરચાં તથા ચિલી સોસ
રીત :
ચોખા એકદમ છૂટ રાંધવા, શાકને બારીક સમારવું . કાંદાના પાન ઝીણાં સમારવા , એક વાસણમાં તેલ ગરમ કરી શાક નાખી આજીનો મોટી નાખી ફાસ્ટ ગેસ ઉપર 3 થી 4 મિનિટ ચડવા દેવું, ભાત, સોયા સોસ તથા મીઠું નાખવું. બરાબર મિક્સ કરી બે મિનિટ ચડવા દેવું.