Published By : Disha PJB
ચોમાસુ શરૂ થઈ ગયું છે અને આ ઋતુની સૌથી ખરાબ વાત એ છે કે આ ઋતુમાં તમે ગમે તેટલી વાર તમારા કપડાં ધોઈ લો, તેમાંથી સુગંધ આવવાને બદલે દુર્ગંધ આવે છે. એવું હવામાં ભેજના કારણે થાય છે જે દરેક પ્રકારના કપડાને પોતાનો નિશાનો બનાવે છે.
જોકે, તે કપડાને જો તડકામાં થોડી વાર માટે રાખવામા આવે તો તે દુર્ગંધ દૂર થઈ જાય છે. પરંતુ ઘણા લોકો કપડામાંથી આવતી આ દુર્ગંધથી પરમાનેન્ટ છુટકારો મેળવવા માંગતા હોય છે. જો તમે પણ વરસાદની ઋતુમાં કપડામાંથી આવતી આ દુર્ગંધથી છૂટકારો મેળવવા માંગતા હોય તો, નીચે જણાવેલ ટ્રિક્સ અજમાવી શકો છો.
1) મશીનમાં કપડાં ભેગા ન કરવા:- સામાન્ય રીતે એવું જોવામાં આવતું હોય છે કે, આપણામાંથી ઘણા લોકો કપડાં યુઝ થઈ ગયા પછી સીધા મશીનમાં જ કપડાં નાખતા હોય છે. એટલે કે કપડાં ઉતાર્યા અને સીધા મશીનમાં ફેંકી દીધા જેથી, ધોતા સમયે કપડાં ભેગા કરવાની મહેનત ન કરવી પડે. જો તમે આવું કરતાં હોય તો, ચોમાસામાં તમારા કપડામાંથી દુર્ગંધ આવશે, કારણ કે સમય સાથે દુર્ગંધ વધતી જાય છે.
2) લીંબુનો રસ:- લીંબુની પ્રકૃતિ અમ્લીય હોય છે માટે જ તે મટમૈલી ગંધ ઉત્પન્ન કરતાં ફૂગને ખતમ કરી શકે છે. કપડાને સ્મેલથી બચાવવા માટે બસ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરવો અને તેમાં કપડાને નાખવા પછી ધોઈ લેવા.
3) સિરકા:- ઘરમાં રહેલ સિરકા ખાવાની વસ્તુઓમાં ઉપયોગમાં લેવાય છે તે સિવાય તે કપડાની દુર્ગંધ દૂર કરવા માટે પણ ઉપયોગમાં આવે છે. વાસ્તવમાં, સિરકાની પ્રકૃતિ પણ અમ્લીય હોય છે અને તે દુર્ગંધ ફેલાવનાર બેક્ટેરિયાને મારે છે. કપડાની સ્મેલ દૂર કરવા માટે જ્યાંથી દુર્ગંધ આવતી હોય ત્યાં સિરકા નાખો અને પછી કપડાં સાદા પાણીથી ધોઈ લો.
4) પોતાના કબાટમાં ચોક અથવા સિલિકોન પાઉચ રાખવું:- સિલોકોન પાઉચ કપડાની દુર્ગંધને ઓબ્ઝોર્વ કરી શકે છે. માટે પોતાના કપડાને સૂકા અને ખુશબુદાર બનાવવા માટે કબાટમાં સિલિકોન પાઉચ અથવા ચોક રાખવો. જે કપડાની દુર્ગંધ દૂર કરવામાં મદદ કરી શકે છે.