Published By : Disha PJB
ચોમાસાની ઋતુ પોતાની સાથે વરસાદનો અનેરો આનંદ તો લાવે જ છે, પરંતુ સાથે સાથે અને પ્રકારના રોગ પણ લાવે છે. ભેજવાળું હવામાન અને હળવું તાપમાન બેક્ટેરિયા અને ફંગસને ખીલવા માટે એક આદર્શ વાતાવરણ બનાવે છે, જેનાથી ખંજવાળ, લાલાશ અને ત્વચાની અન્ય સમસ્યાઓ થાય છે.
વરસાદમાં આપણા ત્યાં મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે જેના કારણ જો તમે બહાર ગયા હોવ તો પાણીમાં ગમે તેટલું ધ્યાન રાખો તમારા પગ તો પલળે જ છે. જેના કારણે તમને ખરજવું, ફંગસ, એલર્જી, અને ધાધર જેવી સમસ્યા થવાનો ભય રહે છે. તેમાં પણ નાના બળકોને આવા ચામડીના રોગ થવાની શક્યતા વધુ રહે છે. દર ચોમાસામાં ચામડીના રોગના દર્દીઓમાં વધારો થાય છે અને તેમાં પણ મોટાભાગના દર્દીઓ 4-10 વર્ષની ઉંમરના બાળકો હોય છે.
ચોમાસામાં વાળ અને સ્કિનની માવજત રાખવાની ટ્રીક :
- ચોમાસામાં ખુલતા સુતરાઉ,લીનનના અથવા ખાદીના કપડાં પહેરવા જોઈએ.
- કપડાં પહેરતા પહેલા ધોવા અને ઈસ્ત્રી કરવા.
- પોતાની જાતને કોરી રાખવી,શરીરના ફોલ્ડ,પગના તળિયાની વચ્ચે,પગ અને હાથના આંગળીઓની વચ્ચેથી ભીનાશ અને ગંદકી સાફ કરવી.
- પોતાની જાતને સાફ કરવી દરરોજ સ્નાન કરવું જોઈએ.અઠવાડિયામાં ૩ વાર મેડિકેટેડ શેમ્પુથી વાળ ધોવા જોઈએ.
- જમતા પહેલા,ઘર પોહ્ચ્યા પછી હાથ સાબુથી સાફ કરવા જોઈએ.
- ગરમ અને ઘરે બનવેલો ખોરાક લેવો.મસાલાવાળો,તેલવાળો અને ઠંડો ખોરાક ટાળવો જોઈએ.
- પાણી વધારે પીવું,બહારનું પાણી કે કોલ્ડ્રિક્સ ટાળવું જોઈએ.
- જો તમને ડાયાબિટીસ અથવા બીજી કોઈ બીમારી હોય તો શરીરના ફોલ્ડ અને પગના તળિયા ચોખ્ખા અને સૂકા રાખવા.
- બેક્ટેરિયા અથવા ફંગલ ઇન્ફેકશન ચેપી હોય છે.કપડાં,કાંસકા,ટોપી અથવા રૂમાલ એકબીજાના વાપરવા ના જોઈએ.