સમગ્ર દેશમાં ચોમાસાનો 9% વધુ વરસાદ વરસ્યો છતાં UP, બિહાર અને મણિપુરમાં વરસાદ ઓછો જ્યારે ગુજરાતમાં 100% વરસાદ વરસ્યો
નૈઋત્યનું ચોમાસુ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં તેના પીછેહઠના તબક્કામાં પ્રવેશી શકે છે, જે સામાન્ય તારીખથી લગભગ એક પખવાડિયા પહેલાં છે, એમ હવામાન ખાતેએ ગુરુવારે જણાવ્યુ હતું. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને પાછું ખેંચવાની સામાન્ય તારીખ 17 સપ્ટેમ્બર છે. જો કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વાસ્તવિક વિદાય સામાન્ય રીતે હવામાન પ્રણાલીઓની ગતિશીલ પ્રકૃતિને ધ્યાનમાં રાખીને વહેલા અથવા પછીથી થાય છે.

સમગ્ર દેશમાં ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં 9% વધુ રહ્યો છે, પરંતુ ઉત્તર પ્રદેશ, બિહાર અને મણિપુર જવા રાજ્યોમાં લાંબા ગાળાની સરેરાશના 40% થી વધુનો ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે ગુજરાતમાં 100% કરતાં પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે જેમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 156%, મધ્ય ગુજરાતમાં 82% વરસાદ વરસ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતનાં તમામ નદી-નાળા, જળાશયો, સરોવર છલકાય ગયા છે જેથી ગુજરાતમાં પાણીનું સંકટ રહેશે નહી.