Published by : Rana Kajal
- 800 સરકારી દુકાનોમાં 30 થી 40 ટકા ગેરકાયદેસર દારૂની બોટલોનુ થતું હતું વેચાણ…
દિલ્હી બાદ છત્તીસગઢ રાજયના દારૂના કૌભાંડ અંગે હાલ દેશમા ચર્ચા અને ઉગ્ર વિવાદ સર્જાયો છે. છત્તીસગઢમાં દારૂ કૌભાંડમાં ઇડી એ તપાસ કરતા રૂ 121 કરોડની સંપત્તિ જપ્ત કરેલ છે . ઇડી એ એવો આક્ષેપ કર્યો છે કે છતીસગઢમાં જે દારૂની બોટલોનું વેચાણ કરવામા આવે છે તે દરેક બોટલ પર ગેર કાયદેસર રીતે નાણાં ભેગા કરવામા આવ્યાં હતાં. જે અંગે ઇડી એ રાયપુરના મેયર એઝાઝ ઢેબરના ભાઈ અનવર પર આરોપ લગાવ્યો છે કે તેમનાં નેતૃત્વમાં ચાલતા સિન્ડિકેટ દ્વારા રાજ્યમા રૂ 2000 કરોડનું કૌભાંડ કરવામા આવેલ છે.આ અંગે કાયદેસરના પગલા ભરવામાં આવ્યાં છે. સાથેજ ઇડી એ એમ પણ જણાવ્યું છે કે અત્યાર સુધીની તપાસ દરમીયાન છત્તીસગઢ રાજ્યમા 800 સરકારી દુકાનોમાં ખુબ મોટા પાયે એટલેકે 30 થી 40 ટકા ગેરકાયદેસર દારૂની બોટલોનુ વેચાણ થતું જણાયું હતું. જે અંગે ઇડી એ અનવર ઢેબરની રૂ 98 કરોડની 68 અને અનિલ ટુટેજાની રૂ 8.83 કરોડની 14 પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી હતી.હજી આ તપાસ દરમિયાન ઘણા મોટાં માથાઓની સંડોવણી બહાર આવે તેવી સંભાવના જણાઈ રહીં છે.