Published by : Rana Kajal
ભારતમા આયોજીત G-20 બેઠકને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન ઘુસણખોરીનો પ્લાન તૈયાર કરી રહ્યુ છે એવા, ઈન્ટેલિજન્સ ઈનપુટ મળ્યા છે. હાલમાં ભારત G-20ની સફળ મિજબાની કરીને વિશ્વમાં એક નવી મિસાલ રજૂ કરી રહ્યું છે. ત્યારે બીજી તરફ પાડોશી દેશ પાકિસ્તાન ભૂખમરા ની પરિસ્થિતી સર્જાઈ છે. હવે જ્યારે વિશ્વમાં G-20ના આયોજનનો ડંકો વાગી રહ્યો છે, તેનાથી પાકિસ્તાનની ISI અને સેના હેરાન છે. તે એક ષડયંત્ર રચી રહ્યું છે, જેની જાણ ખ્યાલ ભારતીય જાસૂસી એજન્સીને થઈ છે. G-20નો કાર્યક્રમ સમગ્ર દેશમાં અલગ-અલગ હિસ્સાઓમાં યોજાઈ રહ્યો છે.તેમાં જમ્મુ-કાશ્મીર પણ સામેલ છે. મે મહિનામાં G-20 ઈવેન્ટ યોજાઈ રહ્યો છે અને આ ઈવેન્ટના રંગમાં ભંગ નાંખવાની તૈયારી ISI કરી રહ્યું છે. હાલમાજ ગુરુવારે આર્મીની ગાડીઓ પર આતંકીઓએ હુમલો કર્યો તેમજ મોટી સંખ્યામાં આતંકી પીઓકેથી LOC પાર કરીને કાશ્મીરમાં દાખલ થવાની તૈયારીમાં છે. ઈન્ટેલિજન્સ ઈન્પુટમાં એવો ખુલાસો થયો છે કે LOCની પાસે બે ડઝનથી વધુ આતંકીઓ ઘુસણખોરી કરવાની કોશિશમાં છે. પાકિસ્તાન ભારતમાં આતંકવાદીઓને ઘુસાડવા માટેની કોઇ તક છોડતું નથી. કઈ કેટલાય આતંકવાદીઓને ઘુસાડવા માટેની કોઇ તક છોડતું નથી. કઈ કેટલાય આતંકવાદીઓને ઠાર કરાયા હોવા છતા હજી પણ આતંકવાદીઓનો ત્રાસ અને ભય ઓછો થયો નથી