અમદાવાદ મ્યુનિ. છેલ્લા બે વર્ષમાં વિવિધ કોર્ટમાં ચાલેલા કુલ 3128 જેટલા કેસમાંથી 3071 કેસમાં જીત મેળવી છે જ્યારે કેસમાંથી 57 કેસના જજમેન્ટ મ્યુનિ. કોર્પોરેશનની વિરુદ્ધમાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા સમાધાનની ફોર્મ્યૂલા ઓછી અને કોર્ટ કેસ પાછળ જનતાના નાણાંનો વધુ વ્યય કરાય છે તેવો આક્ષેપ કૉંગ્રેસ દ્વારા કરવામાં આવે છે કોંગ્રેસના સભ્યોએ કહ્યું કે, કોર્ટ કેસની વર્ષોથી ચાલતી નીતિમાં કોર્પોરેશને ફેરફાર કરવો જોઇએ. સામાન્ય બાબતે કોર્ટમાં પહોંચી જવાથી શહેરીજનોના ટેક્સનાં નાણાંનો વ્યય થતો રહે છે. જે નાણાંનો વ્યય અટકાવવાની જરૂર છે વખતો વખત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ મુદ્દે સમયાંતરે કાયદાકીય લડાઇ ચાલતી રહે છે, જેના લીધે લેબર કોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ, ગ્રામ્ય કોર્ટ, સિટી સિવિલ કોર્ટ, ગુજરાત હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી કાયદાકીય લડાઇ લડવી પડે છે. જેની વિગત જોતા છેલ્લા બે વર્ષમાં કુલ 3128 કેસનો નિકાલ થઈ ગયો છે. કુલ કેસોમાં સિટી સિવિલ કોર્ટમાં સૌથી વધુ 1825 કેસ હતાં, જેમાંથી 6 કેસમાં ચુકાદો કોર્પોરેશનની વિરુદ્ધમાં આવ્યો છે. આ સાથે હાઈ કોર્ટના 898 કોર્ટ કેસમાં પણ 6 કેસમાં ચુકાદો મ્યુનિ.ની તરફેણમાં આવ્યો નથી. જે સૂચક બાબત છે.
છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ મ્યુનિ.ની તરફેણમાં 3071 ચુકાદા, જયારે 57 કોર્ટ કેસ હારી ગઇ
RELATED ARTICLES




