Home Accident જંગલી ભૂંડ અને બાઇક વચ્ચે અકસ્માત થતા યુવાનનું મોત…

જંગલી ભૂંડ અને બાઇક વચ્ચે અકસ્માત થતા યુવાનનું મોત…

0

Published By:-Bhavika Sasiya

  • જંબુસર તાલુકાના સંભા અને વડદલા ગામ વચ્ચે જંગલી ભૂંડ અને બાઇક વચ્ચે અકસ્માત થતા વડદલા ગામના એક યુવકનુ મોત.
  • વડદલા ગામના યોગેશભાઈ રમેશભાઈ બેલદાર ઉંમર વર્ષ 26 નું ઘટના સ્થળે મોત.

વડદલા ગામનો યુવાન યોગેશ બેલદાર જંબુસર તાલુકામાં આવેલ સોટગ્લાસ કંપનીમાંથી ફરજ પૂરી કરી ઘરે આવી રહ્યો હતો દરમિયાન યુવાનનું રસ્તામાં એકાએક જંગલી સુવર આવી જતા અકસ્માત નડતાં મોત નિપજ્યું હતું.

અકસ્માત અંગેની ખબર પરિવારજનો તેમજ ગ્રામજનોને થતા મોટી સંખ્યામાં ગ્રામજનો અને પરિવારજનો દોડી આવ્યા હતા. યુવાન નું અકાળે મોત થતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું.

પરિવારની માંગ છે કે સરકાર આવા રખડતા જાનવરો અને પશુઓ ઉપર અંકુશ લાવે જેને લઈને આવી રીતે કોઈનો જુવાન પુત્ર અકસ્માતનો ભોગ ન બને અને તેની જિંદગી હોમાઈ ન જાય તેનું ધ્યાન લે.

અત્રે ઉલેખનિય છે કે રખડતા જંગલી ભૂંડોના કારણે આજુબાજુના વિસ્તારના ખેડૂતોને પણ ખેતીમાં નુકસાન કરે છે ઉભા પાક ના ખેતરોને ખોડીને જમીન અને પાકને ઉખાડી પાડવામાં આવે છે જેને લઈને ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version