છેલ્લા ઘણા સમયથી જંબુસરનાં મંગણાંદ ગામ આવેલ સેફ એન્વાયરો લિમિટેડ કંપની દ્વારા કંપનીના આજુબાજુ વિસ્તારમાં કેમિકલયુક્ત દુષિત પાણી છોડી મુકતા ખેતીના ઉભા પાકને વ્યાપક નુકશાન થયું હોવાના આક્ષેપ ગ્રામજનો અને ખેડૂતોએ કર્યા હતા
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-03-at-7.14.48-AM-1024x555.jpeg)
પ્રદુષણ મુદ્દે ગ્રામ પંચાયત દ્વારા કંપનીને નોટિસ પાઠવી હતી અને ખુલાસો માંગ્યો હતો જે બાદ પણ કોઈપણ જાતની કાર્યવાહી નહી કરાતા ગ્રામજનોએ કંપની તરફ જવાનો માર્ગ બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો અને વહેલી તકે તેઓની માંગણી નહિ સ્વીકારમાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.