Published By : Parul Patel
- સ્વાઝીલેન્ડમાં આવેલી દુકાન ખોલતા જ 5 થી 6 નિગ્રોએ યુવાનને બંધક બનાવી ચલાવી લૂંટફાટ
- ઘટનાના સીસીટીવી આવ્યા સામે…
વિદેશની ધરતી પર વધુ એક વખત ગુજરાતી યુવાન લૂંટાયો…આફ્રિકાના સ્વાજીલેન્ડમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના જુનેદ મહમદ મલાડ નામના યુવકની દુકાન લૂંટાઈ છે.
દક્ષિણ આફ્રિકામાં વસતા ગુજરાતીઓ પર હુમલા તેમજ લૂંટની ઘટનાઓ સતત સામે આવતી જોવા મળતી હોય છે. ત્યારે આવી જ લૂંટની વધુ એક ઘટના સામે આવી છે.
જંબુસરના કાવી ગામનો જુનેદ મહમદ મલાડ નામના યુવક સાથે નિગ્રોએ લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે. મહંમદ મલાડે દુકાન ખોલતાના થોડાક સમય બાદ લૂંટારૂઓ દુકાનમાં ઘૂસી આવ્યા હતા. 5 થી 6 જેટલા નાઇજીરીયન લૂંટારૂઓ દુકાનમાં ધૂસી જુનેદ મહમદ મલાડને બંધક બનાવી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. કાવી ગામનો મહંમદ મલાડ છેલ્લા 10 વર્ષથી આફ્રિકામાં સ્થાઈ છે. તેની દુકાનમાં નિગ્રો દ્વારા લૂંટના સીસીટીવી સામે આવ્યા બાદ ભરૂચ જિલ્લામાં વસતા પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.