Home Bharuch જંબુસરના મગણાદ ગામે કંપનીએ સરકારી જમીન અને ગૌચરમાં બનાવેલ ગેરકાયદે રસ્તો ગ્રામજનોએ...

જંબુસરના મગણાદ ગામે કંપનીએ સરકારી જમીન અને ગૌચરમાં બનાવેલ ગેરકાયદે રસ્તો ગ્રામજનોએ બંધ કર્યો

0

Published By:-Bhavika Sasiya

  • ગ્રામપંચાયતે અનેક જગ્યાએ રજુઆત બાદ લોકોને સાથે રાખી રસ્તા પર ફેંસિંગ કરી દીધી.

જંબુસર તાલુકાના મંગણાદ ગામે છેલ્લા ત્રણ મહિનાથી સેફ એન્વાયરો કંપની દ્વારા સરકારી અને ગૌચર જમીનો પર દબાણ કરી બનાવેલો રસ્તો પંચાયતે બંધ કર્યો.

મગનાદ ગામે સેફ એનવાયરો કંપની દ્વારા સરકારી ગૌચરની જમીનમાં દબાણ કરી રસ્તો બનાવી દેવાયો હતો. જે અંગે ગ્રામ પંચાયત અને ગ્રામજનોના લડત ચલાવવામાં આવી હતી. મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી હતી. ગ્રામજનોએ વખતોવખત મામલતદાર, ટીડીઓ, ડીડીઓ, કલેકટર દરેક સંબંધિતોને મળી તેમ જ લેખિત રજૂઆતો કરી પંચાયત હસ્તકની ગૌચર અને સરકારી પડતર ગામના પશુ ધન ના હિતમાં ખુલ્લુ કરવા માંગણી કરી હતી.

શુક્રવારે પંચાયત બોડીએ ગ્રામજનોના સહકારથી સેફ એન્વાયરો કંપની એ  દબાણ કરેલ ગૌચર અને સરકારી જમીનમાંથી અવાર-જવાર કરવાનો ગૌચર કબજે લેવાની કાર્યવાહી હાથ ધરી રસ્તો બંધ કરી દીધો હતો.

અગાઉ પણ આજ કંપની  દ્વારા પ્રદુષિત પાણી પીને ઢોરો મૃત્યુ થવાના તેમજ રોગચાળા ફેલાવાને ઘટના પણ બની હતી. ગ્રામ પંચાયતે ખેડૂતોના સમર્થનમાં જન આંદોલન કરવામાં આવ્યું હતું. લાગતા વળગતા જવાબદાર અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા સાંભળવામાં આવ્યું ન હતું. ગ્રામ પંચાયત બોડી તેમજ ગ્રામજનોના સહકારથી મોટુ આંદોલન કરી કંપનીમાં આવા જવાના રસ્તાને બંધ કરી વિરોધ કરવામાં આવ્યો હતો. ગૌચર અને સરકારી જગ્યા પરના દબાણને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version