- દુષિત પાણીને લઇ અનેક જળચરોના મોત
- કંપની દ્વારા ૨૪ કલાક કેમિકલ યુક્ત પાણી છોડી મુકતા ૧૦૦થી વધુ માછીમારોની રોજગારી છીનવાઈ તેવી શક્યતા
જંબુસર તાલુકાના સારોદ ગામ પાસે આવેલ વી.ઈ.સી.એલ. કંપની દ્વારા કેમિકલ યુક્ત દુષિત પાણી સીધું દરિયામાં છોડી મુકતા ૧૦૦થી વધુ માછીમારોની રોજગારી છીનવાઈ તેવી બુમો ઉઠી છે.જંબુસર તાલુકાના સારોદ ગામની સીમમાં વી.ઈ.સી.એલ. કંપની આવેલ છે જે કંપની દ્વારા બે દુષિત પાણી સ્ટોરેજ કરવાના બે તળાવો બનાવવામાં આવ્યા છે જે તળાવમાં એકઠું થયેલ દુષિત પાણી દરિયાની ભરતીના સમયે છોડવાનું હોય છે.

પરંતુ ૨૪ કલાક કંપની દ્વારા દુષિત પાણી દરિયામાં ઠલવાઈ રહ્યું છે જેને પગલે અનેક જળચરોના મોત નીપજતા સ્થાનિક માછીમારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને સ્થાનિક માછીમારોની રોજીરોટી માટે પ્રશ્ન ખડો થયો છે જેને લઇ માછીમારોએ સરકાર તેઓને સહાય આપે તેવી માંગણી કરી છે અને જો સહાય નહિ આપવી હોય તો કંપની સામે કાર્યવાહી કરે તેવી માંગ માછીમારોએ કરી છે.




