Home Administration જંબુસરની 50 બેડની અદ્યતન રેફરલ હોસ્પિટલ દોઢ વર્ષથી તૈયાર…જર્જરીત જૂની ઇમારતના પડતા...

જંબુસરની 50 બેડની અદ્યતન રેફરલ હોસ્પિટલ દોઢ વર્ષથી તૈયાર…જર્જરીત જૂની ઇમારતના પડતા પોપડા વચ્ચે પણ લોકાર્પણ માટે નીકળતું નથી મુહૂર્ત…

0

Published By : Parul Patel

  • જૂની જર્જરિત હોસ્પિટલના છતના પોપડા પડતા સારવાર લેતા દર્દીઓ, સગા અને સ્ટાફ જ જોખમમાં…

જંબુસરમાં 50 બેડની અદ્યતન રેફરલ હોસ્પિટલ તૈયાર હોવા છતાં જાણે તંત્ર કોઈ હાદસાની રાહ જોઈ રહ્યું હોય, તેમ ઉદ્ઘાટન માટે સમય પસાર કરતું હોવાનું લાગી રહ્યું છે. જૂની જર્જરીત ઇમારતમાં છતના પડતા પોપડા વચ્ચે દર્દીઓ, સગા અને સ્ટાફ અકસ્માતના જોખમમાંથી પસાર થઈ રહ્યો છે.

https://narmadanews.co.in/wp-content/uploads/2023/07/WhatsApp-Video-2023-07-08-at-4.27.39-PM-2.mp4

જંબુસર નગર અને તાલુકામાં ગરીબ તેમજ જરૂરિયાત મંદો માટે માત્ર અને માત્ર એક સરકારી રેફરલ હોસ્પિટલ આવેલી છે. ઓપીડીની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. આ હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. દર્દીઓને વધુ સારી ઝડપી સેવા મળી રહે તે માટે લાખોના ખર્ચે નવીન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ બનવાની છે. પરંતુ આ હોસ્પિટલનું કયા કારણોસર ઉદ્ઘાટન કરવામાં આવતું નથી, કેમ વિલંબ થઈ રહ્યો છે તે જનમાનસમાં ચર્ચાનો વિષય બન્યો છે.

https://narmadanews.co.in/wp-content/uploads/2023/07/WhatsApp-Video-2023-07-08-at-4.27.40-PM-1.mp4

જંબુસર ખાતે દોઢ વર્ષ ઉપરાંતથી નવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનીને તૈયાર છે. વિવિધ રોગોના દર્દીઓ આ હોસ્પિટલમાં આવતા હોય દર્દીઓની સગવડ સારું હોસ્પિટલ ઝડપથી શરૂ કરવામાં આવે તો મોટું લોક સેવાનું કામ થાય તેમજ દર્દીઓ જે અન્ય હોસ્પિટલમાં ધક્કા ખાય છે તો આ હોસ્પિટલ શરૂ થવાથી પૂરી સગવડ મળી રહે તેમ છે.

નવી 50 બેડની અદ્યતન હોસ્પિટલ બનવા છતાં જૂની જર્જરીત હોસ્પિટલમાં થતી સારવાર ગમે ત્યારે મોટી ઘટના નોતરી શકે છે. આજે ફરી જૂની હોસ્પિટલના છતના પોપડા પડ્યા હતા. જોકે સદનસીબે કોઈને ઇજા થઇ નથી. છાશવારે પડતા પોપડા ક્યારેક મોટી જાનહાની સર્જે તે પેહલા નવી હોસ્પિટલ કાર્યરત કરી દેવાઈ તે જરૂરી બન્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version