Published By:-Bhavika Sasiya
જંબુસર નગરમાં આજરોજ એક પિક અપ ટેમ્પો ખુલ્લી ગટરમાં ફસાઈ ગયો હતો.
જંબુસર ખાતે આવેલ સવગણ સોસાયટી નજીક અતુલ બેકરીની સામે મુખ્ય માર્ગ પર ગટર ખુલ્લી હોવાના કારણે એક પીકપ ટેમ્પો ગટર મા ખબકયો હતો. વરસાદી મોસમ માં જંબુસર નગર માં અનેક જગ્યાએ માર્ગ ના હાલ બેહાલ થયા છે તો નગરપાલિકાની લાપરવાહી ના પરિણામે ગટરો ખુલ્લી હોવાથી અનેક સમસ્યાઓ સર્જાઇ રહી છે ત્યારે આજરોજ એક પિક અપ ટેમ્પો નંબર GJ 04 AW 0816 મુખ્ય માર્ગ પર થી પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક ગટર માં તેનું આગળ નું વ્હીલ ઉતરી ગયું હતું અને જંબુસર નગરપાલિકા ની ફરી એક વાર પોલ ખુલ્લી પડી હતી.
અત્રે ઉલલેખનીય છે કે ત્રણ દિવસ અગાઉ પણ નગરપાલિકા ની ગટરનો સ્લેબ ધરાશયી થતા ચાર યુવાનો સહીત બે બાઈક ગટર મા ખાબકી હતી ત્યારે જંબુસર નગરપાલિકા વિસ્તાર મા અવારનવાર બનતી આવી ઘટના થી જંબુસર નગરપાલિકા અજાણ કેમ છે તેવા પ્રશ્નો સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યા છે.