Published By:-Bhavika Sasiya
- સરકારી સ્કૂલો અને ઓરડાઓ પણ જર્જરીત હોય રજુઆત છતાં કોઈ કાર્યવાહી નહિ.
- સાઈકલો ભંગાર ભેગી કરી ગરીબ બાળકોને થયેલા અન્યાયની તપાસની માંગ.
જંબુસર તંત્રનો અણઘડ વહીવટ સામે આવ્યો છે. શાળાના વિધાર્થીઓને 7 વર્ષ પેહલા વિતરણ કરવાની સાઈકલો હાલ ભંગાર ભેગી થઈ છે.
જંબુસર તાલુકામાં શાળાના વિદ્યાર્થીઓને વિતરણ કરવા સરકારી યોજના મુજબ સાઈકલોનો જથ્થો આવ્યો હતો. વર્ષ 2015 અને 2016 માં વિતરણ થનારી આ સાઈકલો 7 વર્ષ સુધી ધૂળ ખાયા બાદ હાલ ભંગાર થઈ ગઈ છે.
હવે આ સાયકલોનો ભંગારમાં નિકાલ કરવાની ગતિવિધિઓ હાથ ધરાતાં પૂર્વ કોંગી ધારાસભ્ય સંજય સોલંકીએ આમાં પણ ભ્રષ્ટાચાર આચરાયો હોવાની રાવ પોકારી છે.
ગરીબ બાળકોને શિક્ષણ હેતુ અવરજવર માટે વિતરણ થનારી સાઈકલો 7 વર્ષ સુધી મૂકી રાખ્યા બાદ હવે ભંગાર ભેગી કરાઈ રહી હોય જેની તપાસની માંગ કરાઈ છે.
વળી જંબુસરમાં શાળાઓ અને ઓરડાની જર્જરીત હાલત અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. તંત્ર અને સરકારમાં કરાયેલી રજુઆતમાં અત્યાર સુધી કોઈ કામગીરી નહિ કરાઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.