- પોલીસ જવાને બહાદુરી બતાવી સાપને પકડી લઈ સભા મંડપથી બહાર છોડ્યો
- વડાપ્રધાન આવે તે પેહલા જ સરીસૃપના સભા મંડપમાં સળવળાટથી લોકો ખુરશીઓ ઉપર ચઢી ગયા
ભરૂચના જંબુસર ખાતે આજે વડાપ્રધાનની ચૂંટણી સભામાં તેઓના આગમન પેહલા જ સભા મંડપમાં સાપ નીકળતા લોકોમાં ઉછળફૂદ જોવા મળી હતી.મંડપમાં આગળની હરોળમાં સરીસૃપ દેખાતા લોકો ખુરશી ઉપર ચઢી જવા સાથે ક્ષણિક ઉત્તેજના સાથે દોડધામ મચી ગઇ હતી. નજીકમાં જ રહેલી પોલીસ પણ તરત સ્થળ ઉપર આવી ગઈ હતી.એક પોલીસ જવાને બહાદુરી બતાવી તરત જ સાપને પકડી લેતા પ્રજાએ આ પોલીસ જવાનને ઉમળકાભેર વધાવી લીધો હતો. પોલીસ જવાને સાપને હાથમાં પકડી તેને સભા મંડપથી બહાર સલામત સ્થળે છોડી દીધો હતો.ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ આજે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેહલી વખત ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ચૂંટણી સભાને સંબોધન કરવાના છે.