Published By:-Bhavika Sasiya
જંબુસર તાલુકાના આણખી પાસે આવેલ રિએક્ટિવ પોલીમર્સ કંપનીમાં ભિષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી અને સમગ્ર મેન્યુફેકચરિંગ પ્લાન્ટ બળી ને રાખ થઈ ગયો હતો.
જંબુસર તાલુકાના આણખી પાસે આવેલ વાવલી રોડ ઉપર રિએક્ટિવ પોલીમર્સ જે સોફા બનાવતી કંપની છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે એકાએક આગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ કંપનીમાં આવેલ રો મટીરીયલ ફાઇબર સોલ્યુશન સ્પેબલ સહિતની વસ્તુઓ ગોડાઉનમાં રાખેલ સોફા બળીને ખાક થઈ ગઈ હતી.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-03-at-10.22.07-AM1-1024x559.jpeg)
કંપની સ્ટોર રૂમ ગોડાઉન સહિતના વિસ્તારોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું સંપૂર્ણ કંપની બળીને ખાખ થઈ હતી.
સદર બનાવવાની જાણ કંપની સિક્યુરિટી એ માલિકને કરતા તેઓ તાત્કાલિક વડોદરાથી અને સ્થાનિક અગ્રણી અને તાલુકા પંચાયત સદસ્ય નીતિનભાઈ પટેલ સહિતના સ્થાનિકો પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. બનાવવા અંગે વાત વાયુવેગે પ્રસરતા વાવલી ગામના તાલુકા પંચાયત સદસ્ય સંજયભાઈ ઠાકોર સહિત અણખી વાવલીના યુવાનો દોડી આવી આગ ઓલવવા ના પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ આગ વિકરાળ બનતા જાણ ફાયર વિભાગને કરાતા જંબુસર નગરપાલિકા સ્ટર્લીંગ પીજીપી ગ્લાસ તથા મહુવાડ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના ફાયર ફાઈટરો તાત્કાલિક દોડી આવી આગ ઓલવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.
બે કલાક ઉપરાંત નો સમય વિતવા છતાય આગ ઉપર કાબુ મેળવી શકાયો ન હતો સદર ઘટનાની જાણ જંબુસર વિજ વિભાગ તથા પોલીસને થતા પી.આઈ વી એન રબારી પી.એસ.આઇ કામળીયા સ્ટાફ સાથે તાત્કાલિક દોડી આવી પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનથી આવેલ ફાયર ટેન્ડર માં ટેકનિકલ ખામી સર્જતા ઉપયોગમાં આવ્યું ન હતું.