Home Bharuch જંબુસર કાવી રેલ ટ્રેકના ગેજ કન્વર્ઝનને મંજૂરી…

જંબુસર કાવી રેલ ટ્રેકના ગેજ કન્વર્ઝનને મંજૂરી…

0

Published By : Parul Patel

  • જંબુસર કાવી રેલવે ટ્રેકના ગેજ કન્વર્ઝન માટે રૂપિયા 318.44ની મંત્રાલય દ્વારા જોગવાઈ

રેલ મંત્રાલય દ્વારા રૂપિયા 318.44 કરોડના ખર્ચે જંબુસર કાવી રેલ ટ્રેકનું ગેજ કન્વર્ઝન કરવામાં આવનાર છે. જેની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે.

રેલવે મંત્રાલય દ્વારા બે ટ્રેકનું ગેજ કન્વર્ઝન કરવા મંજૂરી અપાઈ છે. જેમાં એક છે કરજણથી ચોરંદા માલસર અને બીજો જંબુસર કાવી રેલવે ટ્રેક છે. મંત્રાલય દ્વારા વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે, કરજણથી માલસરના 36.68 કિલોમીટર તેમજ જંબુસર-કાવીની 26.36 કિલોમીટર રેલ લાઈનનું ગેજ કન્વર્ઝન કરવાની મંજુરી આપી છે. જંબુસર-કાવીના ટ્રેકના ગેજ કન્વર્ઝન માટે રૂ 318.44 કરોડની ફાળવણી કરાઈ છે. આ બંને રેલ માર્ગનું ગેજ કન્વર્ઝન થયા બાદ આ રૂટ પર આવેલા માલસર, જંબુસર, કાવી સહિતના ગામોમાં રહેતા લોકોની રોજગારીમાં પણ વધારો થશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version