જંબુસરના મગણાદ ગામે શાળાની બાજુમાં એક રહીશના ઘરમાં સાત ફૂટ લાંબો અજગર દેખાતા દોડધામ મચી ગઇ હતી.જંબુસર તાલુકાના મગણાદ ગામે શાળાની બાજુમાં આવેલા કિરીટ પટેલના મકાનમાં સાપે દેખા દેતા અફરાતફરી મચી ગઇ હતી. બાથરૂમમાં સરીસૃપ હોવાની જાણ આમોદ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટને કરાઈ હતી.બાથરૂમમાં રહેલા સાત ફૂટ લાંબા ઇન્ડિયન રોક પાઇથોન પ્રજાતીના અજગરને અંકિત પરમારે સલામત રીતે ઝડપી પાડી વન વિભાગને સુપરત કર્યો હતો.
જંબુસર ખાતે બાથરૂમમાંથી ૭ ફૂટ લાંબો અજગર નીકળતા દોડધામ
RELATED ARTICLES