Published By : Parul Patel
- જંબુસર ઠેર ઠેર ગટરના દુષિત પાણીને પગલે નગરજનો હેરાન પરેશાન
- રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત
જંબુસરના વોર્ડ નંબર-૧માં આવેલ વિવિધ વિસ્તારોમાં ગટરોના ઉભરાતા દુર્ગંધ યુક્ત દુષિત પાણી જાહેર માર્ગ ઉપર ફરી વળતા સ્થાનિકો રોગચાળો વકરે ય્તેવી ભીતિ સેવી રહ્યા છે.

જંબુસરના આંબેડકર મહોલ્લામાં ભુત ફળિયા કપાસીયા પુરા નૂરી મસ્જિદ છેલ્લા ઘણા સમયથી દુર્ગંધ મારતી ગટર ઉભરાતા સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે.જાહેર માર્ગ ઉપર દુષિત પાણી ફરી વળતા જ રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે.જયારે વોર્ડ નંબર-૧માં આવેલ શનિયાના વડ નવી નગરીમાં ગટરનું દુષિત પાણી નળમાં આવતા પીવાના પાણી સાથે ભેળવાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આ અંગે વારંવાર પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઇપણ જાતના પગલા નહિ લેવામાં આવતા રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.હાલ ધાર્મિક તહેવારો વચ્ચે ગંદકી ફેલાતા લોકો હેરાન પરેશાન બન્યા છે.ત્યારે રોગચાળો ફાટી નીકળે તે પહેલા યોગ્ય પગલા ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે.