Published By:-Bhavika Sasiya
- ગામમાં બે બાળકીઓને બચકા ભરતા 20 થી વધુ ટાકા
- બંનેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાઈ

જંબુસર તાલુકાના ખાનપુર ગામમાં રખડતા શ્વાને બે બાળકીઓને બચકા ભરતા ગંભીર રીતે ઘાયલ થઇ છે.
જંબુસરમાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે. તાલુકાના ખાનપુર ગામમાં ઘર પાસે રમતી બે બાળકીઓને હડકાયા શ્વાને બચકા ભરતા બંને બાળકીઓ મોઢા અને માથાના ભાગે ગંભીર રીતે ઘાયલ થઇ હતી ઈજાઓને પગલે પરિવારજનોએ બંને બાળકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તેઓને 20થી વધુ ટાકા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું ગામમાં હડકાયા શ્વાનને પગલે ભયનો માહોલ જોવા મળ્યો છે.જયારે ગ્રામજનો બાળકોને શાળાએ મોકલતા પણ ડરી રહ્યા છે. તેવામાં ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.