Saturday, April 4, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchજંબુસર તાલુકાના નોબર ઉમરા ગામ વચ્ચે ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત...

જંબુસર તાલુકાના નોબર ઉમરા ગામ વચ્ચે ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત…

  • ટેન્કર ચાલક અકસ્માત કરી અકસ્માત સ્થળેથી ફરાર
  • મુખ્ય માર્ગના ખસતા હાલથી પ્રજા પરેશાન

 અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઇજા 108 મારફતે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખાસેડવામાં આવ્યો હતો. જ્યાંથી ઇજાગ્રસ્ત યુવાન સીરીયસ હોવાથી વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના જંબુસરથી કાવી રોડની દયનીય હાલત આવા અવારનવાર થતા અકસ્માતો માટે માટે કોણ જવાબદાર સાબિત થઈ રહ્યો છે.જંબુસર તાલુકાના ધોરી માર્ગ સમાન રોડની બિસ્માર હાલતથી અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. અવાર નવાર માર્ગઅકસ્માતો આ રોડ પર બનતા રહે છે અને અનેકના જીવનદીપ પણ બુઝાયાના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે પ્રજામાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.

જંબુસરથી કાવી રોડ તાલુકાના અસંખ્ય ગામો સાથે જોડાયેલ છે અને તાલુકાના પ્રવાસન તેમજ ધાર્મિકસ્થળો “કંબોઇ”તેમજ “કાવી જૈન દેરાસર” ને જોડતો અગત્યનો માર્ગ છે. રવિવાર તેમજ અમાસ, શનિવારના દીવસે દરિયાની ભરતીના દર્શન કરવા અને લટાર મારવા  ગુજરાતભરની જનતા આવે છે છતાં જંબુસર માર્ગ-વિભાગ, PWD કેમ ઘોર નિદ્રામાં છે એ કાંઈ સમજાતું નથી.

આ રોડ બાબતે તાલુકા વહીવટી તંત્ર અને જવાબદાર અધિકારીઓએ કુંભકર્ણ નિદ્રામાંથી જાગી જનતના હિતમાં આ રોડ નું સમાર કામ કરાવે અને યોગ્ય પગલા લેવાઈ એ ઇચ્છનીય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security