Published By : Parul Patel
ભરૂચના જંબુસર તાલુકાના નોબર ગામની વિશેષતા સહુ કોઈ ને ખબર છે…કે ત્યાં કુંવારા મહાદેવ નું મંદિર છે. મંદિરમાં જ્યાં મહાદેવ બિરાજમાન છે ત્યાં પાછળ માતાજીની મૂર્તિ નથી, ત્યાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરેલ છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-07-at-9.30.24-PM-804x1024.jpeg)
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-07-at-9.31.36-PM-1-1024x540.jpeg)
ગત રોજ આ મંદિરમાં પટેલ સમાજના કુળદેવી વેરાઈ માતાજીના લાભાર્થે નવચંડી યજ્ઞનું આયોજન રાખેલ હતું. આ યજ્ઞમાં નાયેર ગામના સ્વામિનારાયણ મંદિર અને જંબુસરના ધારાસભ્ય ડી. કે. સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે એમના ડોક્ટર મિત્ર અને ભાજપ કાર્યકર્તા પણ હાજર રહ્યા હતા. તેઓ ગામમાં સ્થિત સ્વામિનાાયણ મંદિરમાં દર્શનાર્થે પણ ગયા હતા. ગામલોકો એ નવચંડી સાથે રાત્રી ભજનનું પણ આયોજન કર્યું હતું.