- કલમ ૧૩૩ હેઠળ ન્યુસન્સ દુર કરવાની અરજીઓ તાત્કાલિક અસરથી નિર્ણય લેવા માંગ
- પ્રાથમિક સુવિધા આપવામાં પાલીકા નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ
જંબુસર નગરપાલિકાના અણઘડ વહીવટના આક્ષેપ સાથે જંબુસર પ્રાંત અધિકારીની કચેરી બહાર પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી સહિતના આગેવાનોએ નગર પાલિકા અણઘડ વહીવટને લઇ ધારણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો.
જંબુસર શહેરના લઘુમતી વિસ્તારોમાં વીજ કચેરી દ્વારા જાહેર સ્ટ્રીટ લાઈટના વીજ જોડાણો કાપી નાખી તમામ વિસ્તારોમાં અંધકારમય પરીસ્થિતિ સર્જી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે ગંદકી અને જાહેર રસ્તા બિસ્માર હોવા સાથે ગટરના ખુલ્લા પ્રવાહથી લોકોને ગંભીર બીમારી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી છે. શહેરમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સહીત તમામ ક્ષેત્રે પાલિકા તંત્ર નિષ્ફળ ગયું હોવાના આક્ષેપ સાથે આજરોજ જંબુસર પ્રાંત અધિકારીની કચેરી બહાર પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી સહિતના આગેવાનોએ નગર પાલિકા અણઘડ વહીવટને લઇ ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો.અને કલમ ૧૩૩ હેઠળ ન્યુસન્સ દુર કરવાની અરજીઓ તાત્કાલિક અસરથી નિર્ણય લેવા સાથે પાલિકામાં વહીવટદારની નિમણુંક કરવા માંગ કરવામાં આવી છે.