Published by : Rana Kajal
- ઢાઢર નદી ઉપર ડોલીયા-દેણવા બ્રિજનું વિકાસકામ 6 વર્ષથી ધીમીગતિએ…
જંબુસર ડોલીયા દેણવા બ્રિજનું કામ મંદ ગતીએ ચાલતુ હોવાથી જંબુસર ધારાસભ્યએ મુલાકાત લીધી હતી.
વહેલી તકે બ્રિજનું કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી. જંબુસરથી વાગરા-દહેજને જોડી 30 થી 40 કિમીનું અંતર ઘટાડનાર રૂપિયા 65.65 કરોડનો બ્રિજ 6 વર્ષથી નિર્માણ થઈ રહ્યો હોય હવે 7 મહિનામાં પૂર્ણ થઈ જશે.
જંબુસર થી દહેજ વાગરા તરફ જવાનો માર્ગ જનતા સહેલાઈથી પહોંચી શકે સમય ઓછો બગડે તે માટે ડોલીયા દેણવાનો બ્રિજ બનાવવાનું કાર્ય છેલ્લા 6 વર્ષ જેટલા સમયથી ચાલી રહ્યું છે. ઢાઢર નદી ઉપર ₹65.65 કરોડના ખર્ચે આ બ્રિજ બન્યા બાદ જંબુસરથી દહેજનું અંતર 30 થી 40 કિમી ઘટી જશે.

બંને તાલુકાની પ્રજા માટે મહત્વના આ બ્રિજનું કામ 6 વર્ષ થવા છતાં પૂર્ણ થયું નથી. જંબુસર તાલુકાના નોકરિયાતો, ધંધા રોજગાર માટે દહેજ જતા હોય છે તેમને સમયનો વેડફાટ થાય છે. જંબુસર મતવિસ્તાર ધારાસભ્ય ડી કે સ્વામીએ ડોલીયા દેણવા બ્રીજ ઉપર જઈ રૂબરૂ સ્થળ મુલાકાત કરી હતી. અને હાજર કર્મચારીઓને કામ વહેલી તકે પૂર્ણ કરવા સૂચનાઓ આપી છે.
જંબુસર અને વાગરા વિધાનસભા માટે જીવાદોરી સમાન આ બ્રિજનુ ટૂંક સમયમાં પૂર્ણ થાય તો 30 થી 40 km નું અંતર જે નોકરિયાત વર્ગને સાનુકૂળતા પડે. બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ કરવા સૂચના આપી તે બાબતે કોન્ટ્રાક્ટરે બાહેધારી આપી છે કે, ડિસેમ્બર સુધીમાં કામ પૂર્ણ થશે. આ બ્રિજ શરૂ થવાથી અકસ્માતો પણ ઓછા થશે અને જંબુસર વાગરા વિધાનસભામાં રોજગારીની તકો વધશે તેવો વિશ્વાસ ધારાસભ્ય જંબુસર એ વ્યક્ત કર્યો હતો.