Published by : Vanshika Gor
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલ પોતાની દીકરી રાહા (Raha Kapoor)ની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. આ સાથે જ એક્ટ્રેસ પોતાની ફિટનેસનું પણ ઘણું જ ધ્યાન રાખી રહી છે. અનેક વખતે એક્ટ્રેસને જિમમાં પણ સ્પોટ કરવામાં આવી છે, પરંતુ હાલમાં જ આલિયાની એક તસવીર સામે આવી છે. જેને જોઈને એક્ટ્રેસ ભારે રોષે ભરાઈ છે અને તેને આ અંગે મુંબઈ પોલીસ સાથે વાત કરી છે.

આલિયાએ તસવીરને લઈને નારાજગી વ્યક્ત કરી
આલિયા ભટ્ટની આ તસવીર ઈ-ટાઈમ્સના પોર્ટલે પ્રકાશિત કરી છે. જેમાં આલિયા ભટ્ટ બાંદ્રા સ્થિત પોતાના ઘરના લિવિંગ એરિયામાં બેઠેલી જોવા મળે છે. તસવીરને પોતાના ઈન્સ્ટા પર શેર કરતા આલિયાએ લખ્યું- શું તમે મારી સાથે મજાક કરી રહ્યાં છો… આ એક પરફેક્ટ બપોર હતી જ્યારે હું મારા ઘરના લિવિંગ એરિયામાં હતી, ત્યારે મને લાગ્યું કે કોઈ મને જોઈ રહ્યો છે… જેવું જ મેં ઉપર જોયું તો બે લોકો મારા ઘરના પાડોસમાં બનેલી બિલ્ડિંગ પર કેમેરો લઈને ઊભા છે. શું આવું દુનિયામાં થઈ શકે છે. શું આ કોઈ પ્રાઈવેસીનું હનન નથી? તમારી અને મારી વચ્ચે એક લાઈન હતી જે આજે તમે ક્રોસ કરી દીધી છે.આ પોસ્ટમાં આલિયાએ મુંબઈ પોલીસને પણ ટેગ કર્યું છે.