ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ગડખોલ ગામના જનતા નગર પુષ્પા ટીકા સોસાયટીમાં રહેતો અજિતસિંગ સંતોકસિંગ સિકલીગર પોતાના મકાનમાં જુગારધામ ચલાવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી 2.31 લાખ રોકડા,19 મોબાઈલ ફોન અને બે વાહનો મળી કુલ 4.87 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મુખ્ય સૂત્રધાર અજિતસિંગ સંતોકસિંગ સિકલીગર,રવીન્દ્રસિંગ સરદાર,અજિતસિંગ સરદાર,ચહેનસિંગ સરદાર,રવીસીંગ સરદાર અને દીપસિંગ સરદાર સહિત 19 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા તમામ જુગારીયાઓને શહેર પોલીસ મથકને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.