અંકલેશ્વરના ગડખોલ ગામના હદમાં આવેલ જનતા નગરના કોમન પ્લોટમાં ગેરકાયદેસર દબાણો દુર કરવા બાબતે મનસુખ શીવાભાઈ રાખશીયા દ્વારા તાલુકા પંચાયત અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી
રજૂઆતને પગલે પણ કોઈપણ જાતની કાર્યવાહી નહિ કરવામાં આવતા અરજદારે તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપવાસ ઉપર ઉતારવાની ચીમકી આપી હતી જેઓ આજરોજ ઉપવાસ આંદોલન કરે તે પહેલા પોલીસે તેઓના ઘરેથી ડીટેઈન કરી પોલીસ મથક ખાતે નજર કેદ કર્યા હતા ત્યારે તેઓએ આઝાદીના ૭૬ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે તો પણ તેઓની રજૂઆત બાબતે તંત્ર કોઈપણ જાતની કાર્યવાહી નહિ કરતુ હોવાના આક્ષેપ કર્યા હતા.