- ભારત દેશમા જનસંઘની સત્તા ધરાવતી પહેલી નગર પાલીકા બોટાદ હતી જેની કાર્ય કરવા ની પદ્ઘતિ પરથી હાલની નગર પાલીકાનાં તંત્રે બોધપાઠ લેવો રહયો.
વર્ષ 1967માં ભારત દેશની પહેલી જનસંઘની સત્તા ધરાવતી બોટાદ નગર પાલીકાની કાર્ય પદ્ધતિ આજે પણ આદર્શ ગણી શકાય. વર્ષ 1967માં બોટાદ નગરપાલીકા પર જનસંઘની સત્તા હતી. ફૂલ 25બેઠકો પેકો 21બેઠકો પર જનસંઘ નાં ઉમેદવારો વિજયી નીવડ્યા હતાં જયારે 4બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા હતા. પ્રથમ પ્રમુખ ડો બટુક ભાઈ મહેતા અને બીજી ટર્મ નાં નગરપાલીકા પ્રમૂખ જશુભા મધુભા ભાટી બન્યાં હતાં. તેમનાં સમય માં પ. દીનદયાળ ઉપાધ્યાય ની પ્રતિમાનુ અનાવરણ કરવામાં આવ્યું હતું.તેમજ રાષ્ટ્રિય કવિ ઝવેર ચંદ મેઘાણી ની સ્મૃતિમાં બાગ બગીચા તૈયાર કરવામાં આવ્યાં હતા. તેમજ લોકડાયરાનુ આયોજન કરવામાં આવ્યું હતું ડાયરામાં લાખા ભાઇ ગઢવી અને શાહબુદ્દીન રાઠોડે રમઝટ બોલાવી હતી. જ્યારે જનસંઘ સદસ્યતા અભિયાન નાં અનુસંધાને જેતે સમય નાં જનસંઘ નાં રાષ્ટ્રિય અધ્યક્ષ બલરાજ મધોક અને અન્ય આગેવાનો એ બોટાદ ની મુલાકાત લીધી હતી.
જનસંઘ ની પ્રથમ નગરપાલીકા એ એડવાઈઝરી બોર્ડ ની રચના કરી હતી. જેમાં જે તે ક્ષેત્ર નાં નિષ્ણાતોની નિમણુક કરવામાં આવતી હતી. તેમજ તેમનાં સલાહ સૂચનોનાં આધારે નગરનો વિકાસ કરવામાં આવતો હતો. દરેક મીટીંગ માં કરેલ કામોની માહીતી આપવામા આવતી હતી. તે સમયે પણ ગટર સુવિધા માટે બોટાદ માં આયોજન કરવામા આવ્યું હતું. સ્મશાન સ્થાને સ્નાન ની સુવિધા, જાહેર નળ સ્ટેન્ડ , જયારે આરોગ્ય બાબતે કુટુંબ નિયોજન અને ક્ષય નિવારણ અંગે નગર પાલીકા નુ યોગદાન મહત્વનું રહેતું હતું. સાથેજ બોટાદ નગરપાલીકા દ્વારા આવનાર સમયમાં કયારે અને કેટલા જન કલ્યાણ નાં કામો કરવામાં આવશે તેનું ચોક્કસ આયોજન આપવામા આવતું હતું.