Published by : Rana Kajal
- સુરત સિવિલ હોસ્પિટલના તબીબોએ સાંભળતા અને બોલતા કર્યા…
જન્મજાત બહેરામૂંગા બે નવજાત ભૂલકાઓ પર સફળ ઓપરેશન કરવામાં આવી હતી. બે ભુલકાઓ સાંભળતા અને બોલતા થતા પરિવારજનોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી.. સુરતના ઉધના ખાતે રહેતા હરીશ પાટીલની ત્રણ વર્ષની દીકરી વૈષ્ણવી અને સુરેન્દ્રનગરના 4 વર્ષીય રૂદ્ર ભવાન જન્મ જાત મુક બધિર હતા. વિવિઘ હોસ્પિટલોમાં તપાસ કરાવતા ઍવુ તારણ આવ્યું હતું કે કોકલિયર ઈમપ્લાન્ટ ની સર્જરી કરાવવાથી ઈલાજ શક્ય છે. પરંતું આ ઈલાજ અંગે રૂ 8 થી 10લાખનો ખર્ચ થવાની સંભાવના જણાતા અને બન્ને બાળકોના કુટુંબીજનો ગરીબ હોવાના કારણે તેઓ આ આર્થીક ખર્ચ કરી શકે તેમ ન હોવાથી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્ર્મ યોજનાનો લાભ લેવામાં આવ્યો હતો . અને સુરતની નવી સીવીલ હોસ્પિટલના ઇ. એન. ટી. વિભાગના ડૉ જૈમિન કોન્ટ્રાકટર અને તેમની ટીમે આ જટીલ ઓપરેશન સફળતાથી પાર પાડ્યું હતું.