નરોડા પાટિયા વિધાન સભાની ચુંટણી માં ભારતિય જનતા પાર્ટી એ પાયલ કૂકરાની ને ટીકીટ આપી છે ભાજપનાં આ ઉમેદવાર અંગે રસ પ્રદ વિગતો સપાટી પર આવી રહી છે જેમકે વ્યવસાયે તબીબ એવાં પાયલ ને કલ્પના ન હતી કે તેમને ટીકીટ મળશે તેઓ ઓપરેશન અંગેનાં કાર્યમાં વ્યસ્ત હતા ત્યારે તેમને ખબર પડી કે તેઓ ને ઉમેદવાર તરીકે પાર્ટીએ પસંદ કર્યા છે. અમદાવાદના નરોડા પાટિયા વિધાન સભા બેઠક માટે મનોજ કુકરાની ની 30વર્ષીય પૂત્રી પાયલ ને ભાજપે વિધાન સભાની ચુંટણી ની ટિકીટ આપી છે. અત્રે નોંધવુ રહ્યું કે વર્ષ 2002નાં રમખાણ માં નરોડા વિસ્તાર માં થયેલ નરસંહાર અંગે પાયલ નાં પિતા મનોજને ઉમરકેદ ની સજા કરાઈ છે . જૉકે મનોજ હાલ નાદુરસ્ત તબિયત નાં કારણે જામીન પર છૂટયા છે તા 28/2/2002ના રોજ નરોડા પાટિયા અને આજુબાજુ નાં વિસ્તારોમા 97જેટલાં લઘુમતીઓ રમખાણ માં માર્યા ગયા હતા. જે અંગે ભાજપનાં હાલના ઉમેદવાર પાયલ નાં પિતા મનોજ ને અદાલતે કસૂરવાર ઠેરવી ઉમરકેદની સજા ફટકારી હતી . જોકે પિતાની આ સજા અંગે પાયલે માત્ર એટલુજ જણાવ્યુ હતુ કે દરેક વ્યક્તિનો પોતાનો ભૂતકાળ હોય છે મારા પરીવાર સાથે પણ ભૂતકાળ ની ઘટનાઓ સંકળાયેલી છે . જૉકે પાયલે એમ પણ જણાવ્યુ હતુ કે આ વિધાન સભાની ચુંટણી માં ભાજપે ઘણા યુવાઓને ટીકીટ આપી છે તે પૈકી ની હુ પણ ઍક યુવા તબીબ છું જેને ભાજપે વિધાન સભાની ચુંટણી ની ટિકીટ આપી છે.
જન્મટીપની સજા કાપતા આરોપીની તબીબ પુત્રી ને ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કર્યાં
RELATED ARTICLES