વાલિયા તાલુકાના જબુગામ ગામમાં રહેતો બુટલેગર હરેશ ચંદુ વસાવા પોતાના ઘરના આંગણામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરે છે જેવી બાતમીના આધારે વાલિયા પોલીસ મથકના મહિલા પી.આઈ.બી.એલ.મહેરિયાએ સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ દરોડા પાડ્યા હતા પોલીસના દરોડાને પગલે બુટલેગર ફરાર થઇ ગયો હતો.
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૪૩૨ નંગ બોટલ મળી કુલ ૪૩ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર હરેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.