Published by : Vanshika Gor
દેશમાં પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં લિથિયમનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે, જેની ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (GSI)એ રિયાસી જિલ્લામાં ઓળખ કરી છે. ઈલેક્ટ્રિક વ્હીકલ અને મોબાઈલ ફોન જેવાં ઉપકરણોમાં બેટરીમાં ઉપયોગમાં લેનારું લિથિયમને અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે. રિયાસી જિલ્લામાં આટલા મોટા જથ્થામાં લિથિયમ મળી આવતા દેશને હવે અન્ય દેશો પર નિર્ભરતા ઓછી રાખવી પડશે.
ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણે પહેલીવાર જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના સલાલ-હૈમાના ક્ષેત્રમાં 5.9 મિલિયન ટનના લિથિયમ અનુમાનિત સંસાધન સ્થાપિત કર્યા છે. લિથિયમ એક ધાતુ છે જે મોબાઈલ ફોન, લેપટોપ, ડિજિટલ કેમેરા અને ઈલેટ્રિક વાહનો માટે રિચાર્જેબલ બેટરીમાં ઉપયોગ કરવામાં આવે છે. તે સિવાય તેનો ઉપયોગ રમકડા અને ઘડિયાળ માટે પણ કરવામાં આવે છે. આ સમયે ભારત લિથિયમ માટે અન્ય દેશો પર નિર્ભર છે.
આત્મનિર્ભર બનવા માટે આ મહત્વપૂર્ણ શોધ
માઈન્સ સેક્રેટરી વિવેક ભારદ્વાજે જણાવ્યું કે દેશમાં પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં આટલા મોટા જથ્થામાં લિથિયમ મળવાનથી દેશ આત્મનિર્ભર બનશે. મોબાઈલ ફોન હોય કે સોલર પેનલ આ શોધ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
11 રાજ્યોમાં ખનિજ સંસાધન
ખનન મંત્રાલયે કહ્યું આ 51 ખનિજ બ્લોકોમાંથી 5 બ્લોક સોના સાથે સંબંધિત ધરાવે છે. તે સિવાય પોટાશ, મોલિબ્ડેનમ, બેસ મેટલ સાથે જોડાયેલ છે. આ મેટલ્સ 11 રાજ્યોના અલગ-અલગ જિલ્લામાં મળ્યાં છે. આ રાજ્યોમાં જમ્મુ કાશ્મીર, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, તમિલનાડુ અને તેલંગાણા સામેલ છે.