જમ્મુ-કાશ્મીરના શોપિયાં વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, શોપિયાના મુંઝ માર્ગ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે. કાશ્મીર ઝોન પોલીસે કહ્યું કે આ અથડામણમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કરના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે અને તેમની ઓળખ કરવામાં આવી રહી છે.
ADGP કાશ્મીરે કહ્યું કે ત્રણ સ્થાનિક આતંકવાદીઓમાંથી 2ની ઓળખ થઈ ગઈ છે. એક આતંકીની ઓળખ શોપિયાંના લતીફ લોન તરીકે થઈ છે, જે કાશ્મીરી પંડિત કૃષ્ણ ભટની હત્યામાં સામેલ હતો. જ્યારે બીજા આતંકીની ઓળખ ઉમર નઝીર તરીકે થઈ છે. ઉમર નઝીર નેપાળના તિલ બહાદુર થાપાની હત્યામાં સામેલ હતો. તેમની પાસેથી AK 47 રાઈફલ અને 2 પિસ્તોલ મળી આવી છે.
મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોને શોપિયાના આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, જેના પછી સુરક્ષા દળોની ટીમે પોલીસ સાથે મળીને તપાસ અભિયાન શરૂ કર્યું હતું. હાલમાં સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરીને સર્ચ ઓપરેશનને તેજ કરી દીધું છે.