Published by : Rana Kajal
અમદાવાદ
ગુજરાત ચૂંટણી પહેલા પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે મહત્વની મુલાકાત કરી હતી. વિધાનસભાની ચૂંટણી પહેલા ગહેલોત સાથેની મુલાકાતને લઇને અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. ત્યારે હવે જયનારાપણ વ્યાસનું નિવેદન સામે આવ્યુ છે.
ભાજપ નેતા જયનારાયણ વ્યાસે અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી અમદાવાદના ખાતે બંન્ને નેતાઓ વચ્ચે થઈ હતી બેઠક જય નારાયણ વ્યાસ ભાજપથી નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે. તેવામાં પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળ્યા હતા. અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે બંને નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. જ્યાં 20 મિનિટ જેટલો સમય ગેહલોત સાથે જય નારાયણ વ્યાસની ચર્ચા ચાલી હતી. જે બાદ અનેક તર્ક-વિતર્કો સર્જાયા હતા. જોકે જયનાયારણ વ્યાસે જણાવ્યુ કે ગેહલોત સાથે રાજકીય ચર્ચા કરી નથી. આ બેઠક એક પુસ્તકને લઈને હતી. હું નર્મદા ઉપર એક પુસ્તક લખવા જઈ રહ્યો છું જેના અનુસંધાને આ મુલાકાત હતી. જોકે જયનારાયણ વ્યાસે જણાવ્યુ કે ભાજપ પાસેથી સિદ્ધપુર બેઠકની ટિકિટ માંગી છે. આ ટિકિટનો પહેલાં હકદાર હું જ છું. જો ભાજપ પાસેથી ટિકિટ નહીં મળે, તો કાર્યકર્તાઓને પૂછીને આગળનો નિર્ણય કરીશ. એક વાત ક્લિયર છે કે હું સિદ્ધપુર સિવાય ચૂંટણી ક્યાંયથી નહીં લડું….