Published by : Rana Kajal
ભારતીય ટીમના મહત્વનો ઝડપી બોલર જસપ્રીત બુમરાહની ટીમ ઈન્ડિયાને હાલમાં ખોટ વર્તાઈ રહી છે. ટી20 વિશ્વકપ 2022માં પણ બુમરાહની ગેરહાજરી રહી હતી. આ ઉપરાંત એશિયા કપમાં પણ તે ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો રહી શક્યો નહોતો. પરંતુ હવે સારા સમાચાર સામે આવી રહ્યા છે. જસપ્રીત બુમરાહ જલ્દીથી ભારતીય ટીમમાં પરત જોડાઈ શકે છે. તે આગામી વર્ષે ભારતીય ટીમમાં સામેલ જોવા મળી શકે છે. પીઠની ઈજાને લઈ બુમરાહ બે માસથી વધારે સમયથી આરામ પર રહ્યો છે.
જસપ્રીત બુમરાહ પીઠમાં સમસ્યાને લઈને ક્રિકેટથી દૂર રહેવા મજબૂર રહ્યો છે. તે એશિયા કપની શરુઆત પહેલાથી જ ભારતીય ટીમથી દૂર થયો હતો અને તે ટી20 વિશ્વકપનો પણ હિસ્સો થઈ શક્યો નહોતો. ત્યાર બાદ ન્યુઝીલેન્ડ પ્રવાસ અને હાલમાં બાંગ્લાદેશ પ્રવાસમાં પણ બુમરાહ જોડાઈ શક્યો નહીં. આ માટે બોર્ડના સુત્રોથી પણ કેટલીક જાણકારી મીડિયા અહેવાલમાં સામે આવી છે.