Home News Update Nation Update જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ આજે બનશે દેશના 50મા મુખ્ય ન્યાયાધીશ…

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ આજે બનશે દેશના 50મા મુખ્ય ન્યાયાધીશ…

0
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શપથ લેવડાવશે

સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડ આજે દેશના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનમાં તેમને પદના શપથ લેવડાવશે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ 10 નવેમ્બર 2024 સુધી બે વર્ષ માટે આ પદ સંભાળશે.

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતનું સ્થાન લેશે. જેમણે 11 ઓક્ટોબરે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને તેમના અનુગામી તરીકે ભલામણ કરી હતી. જસ્ટિસ ચંદ્રચુડને જૂન 1998માં બોમ્બે હાઈકોર્ટ દ્વારા વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તે જ વર્ષે વધારાના સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 29 માર્ચ, 2000 થી 31 ઓક્ટોબર, 2013 સુધી બોમ્બે હાઈકોર્ટના જજ હતા.

તે પછી તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતા. તેમને 13 મે, 2016ના રોજ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ઐતિહાસિક ચુકાદાઓ આપતી અનેક બંધારણીય બેન્ચો અને સુપ્રીમ કોર્ટની બેન્ચનો ભાગ રહ્યા છે. તેમાં અયોધ્યા વિવાદ, આઈપીસીની કલમ 377 હેઠળ સમલૈંગિક સંબંધોને અપરાધ જાહેર કરવા, આધાર યોજનાની માન્યતા સાથે સંબંધિત બાબતો, સબરીમાલા મુદ્દો, સેનામાં મહિલા અધિકારીઓને કાયમી કમિશન, ભારતીય નૌકાદળમાં મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપવાનો સમાવેશ થાય છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version